અમદાવાદ : રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, વિધાનસભામાં વર્ષ 2022-23 માટે રજૂ કરાયેલું બજેટ (Gujarat Budget 2022) સર્વ સમાવેશી છે. ત્યારે ભાજપ લીગલ સેલના અધ્યક્ષ જે.જે. પટેલે બજેટમાં વકીલોના કલ્યાણાર્થે (Lawyers in Gujarat Budget 2022) ફાળવણી કરતા સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ Lawyers protest in Gandhinagar : ગાંધીનગર કોર્ટમાં સંકુલની અંદર વકીલોને પ્રવેશ ન અપાતાં ઉગ્ર વિરોધ
રાજ્ય સરકાર ગુજરાત બાર કાઉન્સિલને 06 કરોડ આપશે
બાર કાઉન્સિલ વતી બોલતા ભાજપ લીગલ સેલના અધ્યક્ષ જે.જે.પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના બજેટમાં રાજ્ય સરકારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના કલ્યાણાર્થે 06 કરોડની ફાળવણી કરી છે. તેનાથી ગુજરાત બાર કાઉન્સિલ (Gujarat Bar Council) સાથે સંકળાયેલા સર્વ વકીલો ખુશ છે. જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી હતા, ત્યારે તેમણે સવા બે કરોડ ફાળવણી વકીલો માટે લાઈબ્રેરી બનાવવાની વાત કરી હતી. ગયા વર્ષે વિજય રૂપાણી સરકારે 05 કરોડની ફાળવણી વકીલોના કલ્યાણાર્થે (For Welfare of Lawyers in the Budget) કરી હતી. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે 06 કરોડ રૂપિયાની ફાળવણી વકીલોના કલ્યાણાર્થે કરી છે.
આ પણ વાંચોઃ Violation of Corona guideline: રાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા
વકીલો બજેટ સમયે વિધાનસભા ખાતે ઉપસ્થિત રહ્યા
ગુજરાત બાર કાઉન્સિલના અધ્યક્ષ અને ભાજપ લીગલ સેલના વકીલો બજેટ વખતે ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Budget) ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમને બજેટનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો.