ETV Bharat / state

Gujarat Budget 2023: વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની અભિરૂચિ વધારવા જિલ્લાઓમાં બનશે નવા વિજ્ઞાન કેન્દ્રો - Gujarat Budget 2023

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે (શુક્રવારે) નાણા પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2,193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની અભિરૂચિ વધારવા નવા વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.

Budget 2023: વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની અભિરૂચિ વધારવા રાજ્યમાં બનશે નવા વિજ્ઞાન કેન્દ્રો

author img

By

Published : Feb 24, 2023, 1:13 PM IST

અમદાવાદઃ 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે બજેટ 2023-24 રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ રજૂ કરતા નાણા પ્રધાન કનુ દેસાઈએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2,193 કરોડની જોગવાઈ કરી હતી.

આ પણ વાંચોઃ Budget 2023: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ

ગ્રામ્ય વિસ્તારોમાં 120 કરોડની જોગવાઈઃ નાણા પ્રધાને ઉંમેર્યું હતું કે, સાઈન્‍સ સિટીના વિકાસના માસ્ટર પ્લાનના ભાગરૂપે નવા ક્ષેત્રો ડિફેન્‍સ અને એવિએશનની ગેલેરી સ્થાપવા 250 કરોડનું આયોજન છે, જેના માટે 22 કરોડની જોગવાઈ, રાજ્યમાં 8 સ્થળોએ રિજિયોનલ સાઈન્‍સ સેન્‍ટર અને બાકીના તમામ જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના અને સંચાલન માટે 233 કરોડની જોગવાઈ, ગ્રામ્ય ક્ષેત્રે ડિજિટલ ડિવાઇડ ઓછું કરવા ડિજિટલ વિલેજ સ્કીમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં FTTH (Fiber To The Home) કનેક્શન આપવાની યોજના માટે 120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત્ઃ નાણા પ્રધાને જણાવ્યું હતું કે, આઈ.ટી., ઈલેકટ્રોનિક, સેમી-કોન જેવી નીતિઓનો અમલ કરી આધુનિક ટેકનોલોજી આધારિત ઉદ્યોગો અને સેવાકીય ક્ષેત્રો દ્વારા આર્થિક વિકાસ માટે રાજ્યમાં સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા સરકાર કાર્યરત છે. ગ્રામ્યસ્તરે ડિમાન્‍ડ આધારિત ડિજિટલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી વિશ્વકક્ષાની ડિજિટલ સેવાઓ પૂરી પાડવાનું અને ડિજિટલ વ્યવહારોને ઉત્તેજન આપવાનું સરકારનું લક્ષ્ય છે.

જિલ્લાકક્ષાએ વિજ્ઞાન કેન્દ્રો સ્થાપવાનો નિર્ણયઃ નાણા પ્રધાને ઉંમેર્યું હતું કે, વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની અભિરૂચિ કેળવવા વિજ્ઞાન કેન્‍દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્‍દ્રો સ્થાપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યકક્ષાના સાયન્‍સ સિટીથી માંડી પ્રાદેશિક અને જિલ્લા કક્ષાના આ કેન્‍દ્રોનું નેટવર્ક નોલેજબેઈઝ્ડ સોસાયટીની દિશામાં સરકારનું એક મહત્વનું પગલું છે. તો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં હું 227 ટકાનો વધારો સૂચવું છું.

આ પણ વાંચોઃ Gujarat Budget Update : PNG અને CNG સસ્તા થશે

નાણા પ્રધાને પૉલિસીની આપી માહિતીઃ નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સેમી કન્‍ડકટર પૉલિસી હેઠળ સેમી કન્‍ડકટર અને ડિસ્પ્લે ફેબ તેમ જ ઓસેટ ફેસિલિટી માટે 524 કરોડની જોગવાઈ, ઈલેક્ટ્રોનિક પૉલિસી હેઠળ ઇલેકટ્રોનિકસ ક્ષેત્રના ઉદ્યોગો માટે 125 કરોડની જોગવાઈ, આઈ.ટી. પૉલિસી હેઠળ રોકાણોને પ્રોત્સાહન આપી રોજગારીનું સર્જન કરવા 70 કરોડની જોગવાઈ, સાયન્સ સિટી ખાતે ભારત સરકારની સંસ્થા InSpace સાથે મળીને સ્પેસ મેન્યુફેકચરીંગ ક્લસ્ટરનો વિકાસ કરવા માટે 12 કરોડની જોગવાઈ, આઈ.ટી. અને સ્ટાર્ટઅપ કલ્ચરના સર્વાંગી વિકાસ હેતુ સાયન્સ સિટી ખાતે આઈ.ટી. અને સાયન્સ પાર્કના વિકાસ માટે 10 કરોડની જોગવાઈ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.