ETV Bharat / state

AMCના પ્રાંગણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ, ડમી બોડી બેસાડી વિરોધ દર્શાવ્યો - Protest

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ઓનલાઈન યોજાય છે. જે કારણે કોંગ્રેસ દ્વારા સમાંતર સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ડમી મેયર ડેપ્યુટી, મેયર અને મ્યુનિસિપલ કમિશનર બેસાડી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ શાસન સામે તસવીરો અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

Protest by Congress in the premises of AMC
AMCના પ્રાંગણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ
author img

By

Published : Aug 28, 2020, 6:13 PM IST

Updated : Aug 28, 2020, 6:40 PM IST

અમદાવાદ: દર મહિનાના આખરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને પગલે આ સામાન્ય સભા ઓનલાઇન યોજવામાં આવે છે જેના દ્વારા આજે કોંગ્રેસે સમાંતર સામાન્ય સભા યોજીને મેયર ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર બેસાડી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ શાસન સામે તસવીરો અને બેનરો સામે વિરોધ નોંધાવ્યો હતો.

Protest by Congress in the premises of AMC
AMCના પ્રાંગણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ

મહત્વનું છે કે કોરોના મહામારીમાં લોકડાઉન બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા ઓનલાઇન યોજાય છે અનલોક બાદ અન્ય મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે સભા યોજાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સભાનાં યોજાતા આજે વિપક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખી રીતે સભા યોજવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી ઓફિસના પ્રાંગણમાં જ સમાંતર સામાન્ય સભાનું આયોજન થયું હતું જેમાં કોંગ્રેસના કોર્પોરેટરો શહીદ આ લોકો સાથે આવ્યા હતા જેમાં રામપુરાના મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાને ડમી મેયર બનાવાયા હતા.
AMCના પ્રાંગણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ

આ સમાંતર સામાન્ય સભામાં સુરેન્દ્ર બક્ષીને ડેપ્યુટી મેયર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને મ્યુનિસિપલ કમિશનર બનાવાયા હતા. ઓનલાઇન પદ્ધતિથી પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી ન હોવાની રજૂઆત કરાઇ હતી. મેયરને મર્યાદિત સંખ્યામાં સભ્યો બોલાવવા રજૂઆત બાદ પણ મંજૂરી નહીં આપવા તેમજ વિપક્ષના નેતા દિનેશ શર્માએ શ્રેય હોસ્પિટલનો મુદ્દો ઉઠાવી માત્ર તપાસનું નાટક કરવામાં આવે છે, તેમ જણાવ્યું હતું.

Last Updated : Aug 28, 2020, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.