ETV Bharat / state

ગુજરાત લોકસભા સીટોના સંભવિત ઉમેદવારો - Election

અમદાવાદ: ભાજપે ગુજરાતની 26 લોકસભા સીટો માટે દાવેદારોની પેનલ તૈયાર કરી છે. જેમાં 12થી વધુ બેઠકો પર સાંસદોના ટિકીટ પાર્ટી દ્વારા કાપવામાં આવી શકે છે જ્યારે કેટલાક નવા નામોનો સમાવેશ થઇ શકે છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 22, 2019, 10:50 AM IST

મળતી માહીતી મુજબ પાર્ટી ચાર સીટો ઉપર નવા ચહેરાઓને ઉતારી શકે છે. જે નામોની ચર્ચા કરવા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હી ખાતે ગયા હતા. જ્યાં વડાપ્રધાન, અમિત શાહ અને બીજા અન્ય નેતાઓની સામે ગુજરાતની લોકસભા સીટોના પેનલમાં નક્કી કરાયેલા સીટ ઉપર ઉમેદવારોના નામો ઉપર ચર્ચા કરી આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે.

જો કે તેવી કોઇ ગેરંટી પણ નથી કે જે નામો મોકલાવામાં આવશે તેમને જ ટિકીટ મળે. પાર્ટી 3 સીટ ઉપર નવા ઉમેદવાર પણ ઉતારી શકે છે તેવી સંભાવના છે. ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતીએ 3 દિવસના મંથન બાદ આખરે ગુજરાતના 26 લોકસભા સીટો માટે પેનલ તૈયાર કરી દીધી છે. આ પેનલમાં જાતિગત સમિકરણો, સિનિયોરીટી અને મહિલાઓ સાથે યુવાઓનું પણ ધ્યાન રાખ્યુ છે. પાર્ટી તરફથી પહેલા જ સંકેતો અપાયા હતા કે ક્રાઇટેરિયા માત્ર જીત હશે. ત્યારે જ સ્પષ્ટ હતું કે પાર્ટી કેટલીક સીટો ઉપર ધારાસભ્યોને પણ ઇલેક્શન લડાવી શકે છે. લગભગ 12 સીટો ઉપર સાસંદોની ટિકીટો કપાય તેવી પ્રબળ સંભાવના છે.

  • વડોદરામાં ભાર્ગવભટ્ટ, બાલકૃષ્ણ શુકલ અને રજંન બેન ભટ્ટના નામ ચર્ચાઈ રહ્યા છે, જ્યારે ભરુચમાં અનેક નામો વચ્ચે પાર્ટીએ માત્ર મનસુખ વસાવાને જ ટિકીટ આપવા ઉપર મન બનાવ્યું છે, કારણ કે આદિવાસીઓ માત્ર છોટુ વસાવા સામે મનસુખ વસાવાને જ મત આપી શકે છે.
  • પંચમહાલમાં પ્રભાત સિંહ ચૌહાણ અને સી કે રાઉલ વચ્ચે ખેંચતાણ થઇ છે. પ્રભાતસિંહે ચિમકી આપી છે કે જો તેમને ટિકીટ નહીં મળે તો તેઓ અપક્ષમાં લડી ઇલેક્શન લડશે. ત્યારે આ સીટ ઉપર હવે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નિર્ણય કરશે.
  • છોટા ઉદેપુરમાં રામ સિંહ રાઠવાનો પાર્ટી પાસે વિકલ્પ નથી. આમ તો બાકીના બે નામો ઉપર મંથન થયું હતું, છતાં પાર્ટીએ માત્ર એકજ નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવાનું નક્કી કર્યું છે. પરતું અહી સ્થાનિક સ્તરે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
  • દાહોદમાં પણ માત્ર જશંવંતસિહ ભાભોર સિવાય કોઇ બીજા નેતાનો હાલ ચેહરો ત્યારે આ કેસમાં પણ પાર્ટી માત્ર એક જ નામ મોકલવાનું મન બનાવી ચુકી છે. વલસાડમાં સી કે પટેલ અને તેમના ભાઇ ડીકે પટેલ સિવાય અરવિંદ પટેલના નામોને પેનલમાં લેવામાં આવ્યા છે.
  • નવસારીમાં આમ તો સી આર પાટીલ સિવાય કોળી ઉમેદવારને પણ ટિકીટ આપવાની વાત ઉઠી હતી ત્યારે સી આર પાટીલ પીએમ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ હોવાથી માત્ર એક નામ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે તેમ માનવામાં આવે છે. બારડોલીમાં પ્રભુ વસાવા, તો સુરતમાં દર્શના જરદોશને રિપીટ કરવાના મુડમાં પાર્ટી દેખાઇ રહી છે. જેથી અહીં પેનલમાં નામ તો મોકલાયા છે પણ સ્થાનિક કક્ષાએથી જ પ્રભુ વાસાવા અને દર્શના જરદોશની જીતની પ્રબળ સંભાવના વ્યક્ત કરાઇ છે.
  • આણંદમાં રામસિંહ પરમાર અને દિલીપ પટેલ બે દાવેદાર છે તો ખેડાની વાત કરીએ તો દેવુસિંહ ચૌહાણની એકમાત્ર દાવેદારીને પંકજ દેસાઇએ પડકારી છે. જેથી પાટીદારોને રિઝવવા માટે પાર્ટીએ બે નામોના પેનલમાં મુક્યા છે. મહેસાણામાં જયશ્રી બેન પેટલ, રજનીભાઈ પટેલ તો ઉમિયા ફાઉન્ડેશનના સી કે પટેલની પેનલ તૈયાર કરાઇ છે, અહી જયશ્રીબેનને બદલાય તેવી સંભાવના છે. પાટણમા ભરત સિંહ ડાભી, નટુજી ઠાકોર અને જુગલ ઠાકોરના નામોની પેનલ બનાવાઇ છે.
  • પાટણમાં લીલાધર વાધેલા ઇલેક્શન નહી લડે. બનાસકાંઠામાં હરિભાઇ ચૌધરી, પરથી ભટોળ અને પ્રવિણ કોટકનુ નામ મેદાનમાં છે, હરિભાઈનો વિરોધ કરાયો હતો,પણ તેઓ પીએમના નજીકના માનવામાં આવે છે. સાબરકાંઠામાં મહેન્દ્ર સિંહ ચૌહાણ, જય સિંહ ચૌહાણ અને દિપ સિંહ રાઠોડના નામ પેનલમાં આવી રહ્યુ છે, દિપસિંહ રાઠોડને પાર્ટી બદલી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.
  • જામનગરની વાત કરીએ તો અહી પુનમબેન માડમ, રીવાબા જાડેજા અને રાઘવજી પટેલનો નામ પેનલમાં છે પણ અહીથી પુનમબેન માડમને રિપીટ કરાય તેવી પ્રબળ સંભાવના છે. અમરેલીની વાત કરીએ તો અહી નારણ કાછડીયા, કૌશિક વેકરીયા અને હિરેન હિરાપરાના પેનલમાં નામ છે. પાર્ટી આ વખતે નારણ કાછડીયાને બદલવાના મુડમાં છે તેવું લાગી રહ્યું છે.
  • ભાવનગરની વાત કરીએ તો અહી ભારતી બેન શિયાળ, રાજેન્દ્ર સિંહ રાણા અને હિરાભાઇ સોલંકીના નામની પેનલ છે ત્યારે પાર્ટી અહી હિરાભાઇ સોલંકીને તક આપી શકે છે જેથી ભારતીબેન શિયાળનું પત્તું કપાઈ શકે છે.
  • સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહી દેવજી ફતેપરા, સંકર વેગડ અને મહેન્દ્ર મુજપરાના નામ પેનલમાં છે, ત્યારે પાર્ટી દેવજી ફતેપરાને બદલી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
  • ગાંધીનગરની વાત કરીએ તો અહીથી રાષ્ટ્રીય નેતૃત્વ ઇલેક્શન લડે તેવી ઇચ્છા વ્યક્ત કરાઇ છે તો અમિત શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય નરહરી અમિનને તક મળી શકે છે તેવા એંધાણ છે. અમદાવાદ પુર્વમાં તો પરેશ રાવલને પાર્ટી રિપીટ નહી કરે જેના કારણે જો કોંગ્રેસ અહીંથી પાર્ટીદાર ઉમેદવાર ઉતારે તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સી કે પટેલને તક મળી શકે છે, તે સિવાય મનોજ જોશીને પાર્ટી ટીકીટ આપવાનું મન બનાવી રહી છે. ભુષણ ભટ્ટે સ્થાનિક ઉમેદવાર હોવાના દાવો કરીને ટિકીટની માગણી કરી છે.
  • અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો હાલના સાસંદ કિરીટ સોલંકી અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા વચ્ચે ટક્કર ચાલી રહી છે, તેમાંથી કોઈ એક નહીંં તો તેમના સિવાય મહિલાને ટિકીટ આપવી હોય તો દર્શના બેન વાઘેલા, આત્મારામ પરમારને તક મળી શકે છે.
  • રાજકોટની વાત કરીએ તો મોહન કુંડારીયા, ધનસુખ ભંડેરી અને ભરત બોઘરાની પેનલ તૈયાર કરાઇ છે. મોહન કુંડારિયા પ્રબળ દાવેદાર છે આ પેનલમાં સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.
  • પોરબંદરની વાત કરીએ તો વિઠ્ઠલ રાદડીયાની તબીયત સારી ન હોવાથી તેમના પુત્ર લલીત રાદડીયાને ટીકીટ મળે તેવી સંભાવના પ્રબળ છે તો જશુમતિ કોરાટ અને મનસુખ ખાચરિયા પણ રેસમાં છે.જુનાગઢની વાત કરીએ તો રાજેશ ચુડાસ્માનું નામ તો છે પણ સાથે જીપી કાઠી, ભગવાનજી ગણગઠીયા અને જ્યોતિ વાછાની મેદાનમાં છે તેથી હવે કોને ટિકીટ મળશે તે હાઈ કમાન્ડ નક્કી કરશે.
  • કચ્છમાં વિનોદ ચાવડાની સાથે નરેશ મહેશ્વરી તો ગાંધીધામના ધારાસભ્ય માલતી ધારાસભ્ય મેદાનમાં છે. પ્રદેશ ભાજપે ઠરાવ કરીને નક્કી કર્યું છે કેનામો પસંદ ન આવે તો સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ બદલી શકે છે.

Intro:Body:

ગુજરાત લોકસભા સીટ સંભવિત ઉમેદવારો

R_GJ_AHD_01_22_MARCH_2019_SAMBHAVIT_UMEDVAR_PASANDGI_DELHI_STORY_YASH_UPADHYAY_AHD

ભાજપે ગુજરાતની 26 લોકસભા સીટો માટે દાવેદારોની પેનલ તૈયાર કરી, જાણો

ભાજપે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતની 26 સીટો માટે પેનલ તૈયાર કરી દીધી છે. જેમાં 12થી વધુ સીટીંગ સાસદોના ટિકીટ પાર્ટી કાપી શકે છે,જ્યારે તેટલા જ નામો નવા આવી શકે છે.  પાર્ટી ચાર સીટો ઉપર નવા ચહેરાને ઉતારી શકે છે.

જે નામો ની ચર્ચા કરવા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી , નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ , પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હી ખાતે ગયા છે આજે વડાપ્રધાન , અમિત શાહ અને બીજા અન્ય નેતાઓની સામે ગુજરાતની લોકસભા સીટો ના પેનલમાં નક્કી કરાયેલ સીટ વાઇસ 2 કે 3 ઉમેદવારો ના નામો ઉપર ચર્ચા કરી આખરી ઓપ આપી શકે છે 

ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય નેતૃત્વ ચૂંટણી લડશે તે ફિક્સ મનાતું હતું ત્યારે ગઈ કાલે જ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ ગાંધીનગર થી ફાઇનલ જાહેર થઇ ચૂક્યું છે એવી કોઇ ગંરંટી પણ નથી કે જે નામો મોકલાય તેમને જ ટિકીટ મળે, પાર્ટી 3 સીટ ઉપર એક દમ નવા ઉમેદવાર પણ ઉતારી શકે છે તેવી સંભાવના છે. ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતીએ 3 દિવસના મંથન બાદ આખરે ગુજરાતના 26 લોકસભા સીટો માટે પેનલ તૈયાર કરી દીધી છે.  આ પેનલમાં જાતિગત સમિકરણો, સિનિયોરીટી અને મહિલાઓ સાથે યુવાઓનું પણ ધ્યાન રાખ્યુ છે, પાર્ટી તરફથી પહેલા જ સંકેતો અપાયા હતા કે ક્રાઇટેરિયા માત્ર જીત હશે. ત્યારે જ સ્પષ્ટ હતું કે પાર્ટી કેટલીક સીટો ઉપર ધારાસભ્યોને પણ ઇલેક્શન લડાવી શકે છે પણ લગભગ 12 સીટો ઉપર સાસંદોની ટિકીટો કપાય તેવી પ્રબળ સંભાવના છે.

વડોદરામાં ભાર્ગવભટ્ટ, બાલકૃષ્ણ શુકલ અને રજંન બેન ભટ્ટના નામ ચર્ચાઈ રહ્યું છે જ્યારે ભરુચમાં અનેક નામો વચ્ચે પાર્ટીએ માત્ર મનસુખ વાસાવાને જ ટિકીટ આપવા ઉપર મન બનાવ્યું છે કારણ કે આદિવાસીઓ માત્ર છોટુ વસાવા સામે મનસુખ વસાવાને જ મત આપી શકે છે. બાકીના નામો પાર્ટી પ્રદેશ સ્તરેથી જ નહીં મોકલવવામાં આવે.  પંચમહાલમાં પ્રભાત સિહ ચૌહાણ અને સી કે રાઉલ જી વચ્ચે ખેંચતાણ થઇ છે. પ્રભાતસિંહે ચિમકી આપી છે કે જો તેમને ટિકીટ નહીં મળે તો તેઓ અપક્ષમાં લડી ઇલેક્શન લડશે. ત્યારે આ સીટ ઉપર હવે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફેસલો કરશે.

છોટા ઉદેપુરમાં રામ સિંહ રાઠવાનો પાર્ટી પાસે વિકલ્પ નથી. આમ તો બાકીના બેનામો ઉપર મંથન થયું. છતાં પાર્ટીએ માત્ર એકજ નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવાનું નક્કી કર્યું છે. પણ અહી સ્થાનિક સ્તરે તેમનો વિરોધ શરુ થયો છે.  દાહોદમાં પણ માત્ર જશંવંતસિહ ભાભોર સિવાય કોઇ બીજો નેતા કદ્દાવર નથી. તે વાત બીજેપીના સત્તાવાર સર્વેમાં પણ સામે આવી ચુકી છે ત્યારે આ કેસમાં પણ પાર્ટી માત્ર એક જ નામ મોકલવાનુ મન બનાવી ચુકી છે. વલસાડમાં સી કે પટેલ અને તેમના ભાઇ ડીકે પટેલ સિવાય અરવિંદ પટેલના નામોને પેનલમાં લેવામાં આવ્યા છે.

નવસારીમાં આમ તો સી આર પાટીલ સિવાય કોળી ઉમેદવારને પણ ટિકીટ આપવાની વાત ઉઠી હતી ત્યારે સી આર પાટીલ પીએમ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ હોવાથી માત્ર એક નામ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે તેમ માનવામાં આવે છે. બારડોલીમાં પ્રભુ વસાવા, તો સુરતમાં દર્શના જરદોશને રિપીટ કરવાના મુડમાં પાર્ટી દેખાઇ રહી છે. જેથી અહીં પેનલમાં નામ તો મોકલાયા છે પણ સ્થાનિક કક્ષાએથી જ પ્રભુ વાસાવા અને દર્શના જરદોશની જીતની પ્રબળ સંભાવના વ્યક્ત કરાઇ છે.

આણંદમાં રામસિંહ પરમાર અને દિલીપ પટેલ બે દાવેદાર છે તો ખેડાની વાત કરીએ તો દેવુસિંહ ચૌહાણની એકમાત્ર દાવેદારીને પંકજ દેસાઇએ પડકારી છે. જેથી પાટીદારોને રિઝવવા માટે પાર્ટીએ બે નામોના પેનલમાં મુક્યા છે. મહેસાણામાં જયશ્રી બેન પેટલ, રજનીભાઈ પટેલ તો ઉમિયા ફાઉન્ડેશનના સી કે પટેલની પેનલ તૈયાર કરાઇ છે, અહી જયશ્રીબેનને બદલાય તેવી સંભાવના છે. પાટણમા ભરત સિંહ ડાભી, નટુજી ઠાકોર અને જુગલ ઠાકોરના નામોની પેનલ બનાવાઇ છે.

પાટણમાં લીલાધર વાધેલા ઇલેક્શન નહી લડે. બનાસકાંઠામાં હરિભાઇ ચૌધરી, પરથી ભટોળ અને પ્રવિણ કોટકનુ નામ મેદાનમાં છે, હરિભાઈનો વિરોધ કરાયો હતો,પણ તેઓ પીએમના નજીકના માનવામાં આવે છે. સાબરકાંઠામાં  મહેન્દ્ર સિંહ ચૌહાણ, જય સિંહ ચૌહાણ અને દિપ સિંહ રાઠોડના નામ પેનલમાં આવી રહ્યુ છે, દિપસિંહ રાઠોડને પાર્ટી બદલી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

જામનગરની વાત કરીએ તો અહી પુનમબેન માડમ, રીવાબા જાડેજા અને રાઘવજી પટેલનો નામ પેનલમાં છે પણ અહીથી પુનમબેન માડમને રિપીટ કરાય તેવી પ્રબળ સંભાવના છે.  અમરેલીની વાત કરીએ તો અહી નાર ણ કાછડીયા, કૌશિક વેકરીયા અને હિરેન હિરાપરાના પેનલમાં નામ છે.  પાર્ટી આ વખતે નારણ કાછડીયાને બદલવાના મુડમાં છે તેવું લાગી રહ્યું છે. ભાવનગરની વાત કરીએ તો અહી ભારતી બેન શિયાળ, રાજેન્દ્ર સિંહ રાણા અને હિરાભાઇ સોલંકીના નામની પેનલ છે ત્યારે પાર્ટી અહી હિરાભાઇ સોલંકીને તક આપી શકે છે જેથી ભારતીબેન શિયાળનું પત્તું કપાઈ શકે છે.

સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહી દેવજી ફતેપરા, સંકર વેગડ અને મહેન્દ્ર મુજપરાના નામ પેનલમાં છે, ત્યારે પાર્ટી દેવજી ફતેપરાને બદલી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગરની વાત કરીએ તો અહીથી રાષ્ટ્રીય નેતૃત્વ ઇલેક્શન લડે તેવી ઇચ્છા વ્યક્ત કરાઇ છે તો અમિત શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય નરહરી અમિનને તક મળી શકે છે તેવા એંધાણ છે. અમદાવાદ પુર્વમાં  તો પરેશ રાવલને પાર્ટી રિપીટ નહી કરે જેના કારણે જો કોંગ્રેસ અહીંથી પાર્ટીદાર ઉમેદવાર ઉતારે તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સી કે પટેલને તક મળી શકે છે, તે સિવાય મનોજ જોશીને પાર્ટી ટીકીટ આપવાનુ મન બનાવી રહી છે. ભુષણ ભટ્ટે સ્થાનિક ઉમેદવાર હોવાના દાવો કરીને ટિકીટની માગણી કરી છે

અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો હાલના સાસંદ કિરીટ સોલંકી અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા વચ્ચે ટક્કર ચાલી રાહ છે તેમાંથી કોઈ એક નહિ તો તેમના સિવાય મહિલાને ટિકીટ આપવી હોય તો દર્શના બેન વાઘેલા, આત્મારામ પરમારને તક મળી શકે છે.  રાજકોટની વાત કરીએ તો મોહન કુંડારીયા, ધનસુખ ભંડેરી અને ભરત બોઘરાની પેનલ તૈયાર કરાઇ છે. મોહન કુંડારિયા પ્રબળ દાવેદાર છે આ પેનલમાં સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

પોરબંદરની વાત કરીએ તો વિઠ્ઠલ રાદડીયાની તબીયત સારી ન હોવાથી તેમના પુત્ર લલીત રાદડીયાને ટીકીટ મળે તેવી સંભાવના પ્રબળ છે તો જશુમતિ કોરાટ અને મનસુખ ખાચરિયા પણ રેસમાં છે.  જુનાગઢની વાત કરીએ તો રાજેશ ચુડાસ્માનું નામ તો છે પણ સાથે જીપી કાઠી, ભગવાનજી ગણગઠીયા અને જ્યોતિ વાછાની મેદાનમાં છે તેથી હવે કોને ટિકીટ મળશે તે હાઈ કમાન્ડ નક્કી કરશે.  જો કચ્છની વાત કરીએ તો વિનોદ ચાવડાની સાથે નરેશ મહેશ્વરી તો ગાંધીધામના ધારાસભ્ય માલતી ધારાસભ્ય મેદાનમાં છે.  પ્રદેશ ભાજપે ઠરાવ કરીને નક્કી કર્યું છે કે  નામો પસંદ ન આવે તો સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ બદલી શકે છે.

યશ ઉપાધ્યાય , અમદાવાદ 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.