અમદાવાદ : શહેરમાં કાયદાના ભંગ બદલ કુલ નોંધાયેલ ગુનાની સંખ્યા 5599 જ્યારે અટકાયત કરેલા આરોપીઓની સંખ્યા 11622 તથા ગઈકાલે એટલે કે તારીખ 28-04-2020ના રોજ નોંધાયેલા ગુનાની સંખ્યા 347 અને અટકાયત કરેલા આરોપીની સંખ્યા 373 છે. શહેર પોલીસ દ્વારા CCTV સર્વેલન્સ દ્વારા અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ ગુનાની સંખ્યા 59 અને અટક કરેલા આરોપીઓની કુલ સંખ્યા 20 તથા 28 તારીખના રોજ નોંધાયેલ ગુના 4 અને અટક કરવામાં આવેલા આરોપીની સંખ્યા કુલ 6 છે.
ગઈકાલે કુલ 795 વાહનો કાયદાની કલમ મુજબ ડિટેઇન કરવામાં આવ્યા અને 1 લાખથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ 9771 વાહનો મુકત કરવામાં આવ્યા છે જેમાં ગઈકાલે 714 વાહનો મુકત કરવામાં આવ્યા છે. શહેરમાં 28 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ડ્રોનના ઉપયોગ દ્વારા અત્યાર સુધી નોંધાયેલા કુલ ગુનાની સંખ્યામાં 607ની અટકાયત કરતા આરોપીઓની કુલ સંખ્યા 1595 તથા 28 તારીખના રોજ 26 ગુના નોંધાયેલા છે અને 54 આરોપીઓની અટક કરવામાં આવેલી છે.
આજની તારીખે પોલીસના કુલ 111 એકટીવ કોરોના પોઝીટીવ કેસ છે. જેમાં 15 પોલીસ તથા 76 અન્ય ફોર્સના અધિકારી જવાનોનો સમાવેશ થાય છે અને કુલ 15 અધિકારી અને કર્મચારીને ડીસ્ચાર્જ કરેલા છે. જ્યારે હોમ ક્વોરોન્ટાઇનમાં રહેલા કુલ 5825 વ્યકિતઓને સતત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચેક આવે છે. શહેરમાં કોટવિસ્તારમાં કારંજ, શાહપુર, કાલુપુર, ખાડીયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર, વિસ્તાર તથા દાણીલીમડા વિસ્તારમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. કરફ્યુ ભંગ કરેલા કુલ ગુના 193 અને અટકાયત કરવામાં આવેલા આરોપીની કુલ સંખ્યા 234 લોકો છે.