આ વિશે વાત કરતા બિઝનેસ વિમેન વિંગનાં ચેરપર્સન અર્ચના ગુપ્તાએ જણાવ્યું કે,‘વી ઉડાન અંર્તગત બે દિવસ મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે સાંજે ૭ વાગ્ય બાદ ફેશન શો યોજાશે. ત્યારે 8મી માર્ચનાં રોજ સવારે 10:30 વાગ્યાથી શહેરની વિમેન સેલિબ્રિટીસ સાથે પેનલ ડિશકસન અને અવૉર્ડ સેરેમની યોજાશે. ત્યારે બપોરે મહિલાઓનાં કાયદા અને એપને લઈ ટોક યોજાશે. ત્યારે સ્પેશ્યલ કેન્ડલ મેકિંગ અને કુકિંગ શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે.’
વી ઉડાન (WE UDAAN) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 7 અને 8મી માર્ચનાં રોજ સિંધુ ભવન ખાતે આવેલા મોન્ટેક્રિસ્ટોમાં રાખવામાં આવ્યું છે. જી.સી.સી.આઈનાં પ્રેસિડન્ટ દુર્ગેશ બુચ અને બિઝનેસ વિંગનાં ચેરપર્સન અર્ચના ગુપ્તા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે જાણીતા વ્રજ જ્વેલર્સ તેમની પ્રોડક્ટ લૉન્ચ કરશે. જ્યારે હેલ્થ એક્સ્પર્ટ સ્પના વ્યાસ, ડૉ. પ્રિયંકા ચીરીપાલ અને મંજરી જોશી શુક્લા દ્વારા હેલ્થ અવેરનેસ પર વાત કરાશે. ,‘ગામડાઓ કે પછી ઘરથી બિઝનેસ કરતી મહિલાઓને ઉડાન કોન્કલેવમાં પ્લેટફોર્મ આપવામાં આવશે. જેમાં મહિલાઓને તેમની પ્રોડક્ટને એક્ઝિબિટ કરવાની જગ્યા મળશે અને તેમના બિઝનેસને લઈ કેટલાક કોન્ટેક પણ મળી રહેશે .’