અમદાવાદ: ફાયરબ્રિગેડની ટીમે પણ સતત હાજર રહી અને આ જેટી ખેંચવાની કામગીરી કરી હતી. જ્યાં સુધી પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમદાવાદ ફાયર વિભાગના જવાનો સતત સરદાર બ્રિજ રિવરફ્રન્ટ પર હાજર રહેશે. તેમજ ગુજરાતને મળનારું નવુ નજરાણું સી-પ્લેનના પ્રોજેક્ટ માટે પણ ફાયરના જવાનોને ટ્રેનિંગ આપી સતત હાજર રાખવામાં આવશે. સી પ્લેનની ફ્લોટિંગ જેટીને સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધી લઇ જવાશે. જ્યાંથી જેટીની ટ્રાયલ કરવામાં આવશે.
અમદાવાદના 5 બ્રિજ પર ફાયર સહિતની ટીમોએ કામગીરી હાથ ધરી છે. એક જેટીની પોહળાઈ 9 મીટર અને લંબાઈ 24 મીટર છે. બધી જ જેટીનું કુલ વજન 102 ટન છે. મરીન ટેક ઈન્ડિયાના એમડી ગૌતમ દત્તાએ જણાવ્યું કે, અમે ટર્મિનલ તૈયાર કરી રહ્યાં છીએ. અમારી કંપની ફિનલેન્ડમાં છે, અમારી કંપની સી-પ્લેન પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. અહીં હાલ 6 જેટી લાવવામાં આવી છે, જેને નદીમાં જોડવામાં આવશે.