સુરતમાં થયેલા અકસ્માત બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું .રાજ્યના મોટાભાગના શહેરોમાં ટ્યુશન ક્લાસીસને તાત્કાલિક ધોરણે એકથી બે મહિના સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો. જેની સામે અમદાવાદના એજ્યુકેશન ગ્રુપ દ્વારા આ નિર્ણય વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના ટાઉન હોલ ખાતે ટ્યુશન ક્લાસીસ સંચાલકોની એક સંચાલકોએ સેમિનાર યોજ્યો હતો. જેમાં શહેરના આશરે 300થી 400 સ્ટેશન સંચાલકો અને ફાયર વિભાગના ચીફ ઓફિસર દસ્તુર સાહેબ હાજર રહ્યા હતા. જેમણે ટ્યુશન સંચાલકોને ફાયર સેફ્ટીના નિયમો વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ પોતાની સમસ્યા વિશે વાત કરી હતી.
અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે, તેઓએ NOC લેવામાં સમસ્યાઓ આવી રહી છે. તેમજ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ જણાવ્યું હતું કે, ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાના કારણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અભ્યાસ બગડી રહ્યો હોવાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યુ હોવાનું જણાવવામાં આવ્યું હતુ. સાથે અમારા રોજગાર પર પણ અસર આવી રહી છે. માટે કોર્પોરેશન સહકાર આપે અને વહેલી તકે અમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે.