ETV Bharat / state

Ahmedabad crime news: ખાખીને શર્મશાર કરતા પોલીસકર્મી સામે ફરિયાદ, પરિણીતાને રસ્તા વચ્ચે રોકી શરીર સંબંધ બાંધવાની કરી બીભત્સ માંગણી - nasty demand for sexual intercourse

અમદાવાદના એક પોલીસકર્મીએ સમગ્ર ખાખીધારીઓને શર્મશાર કરતું વર્તન કર્યું હોવાની ઘટના બની છે. પોલીસ કર્મીએ પરિણીત મહિલાને રસ્તામાં રોકી પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું. અંતે સમગ્ર મામલે કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

policeman-stopped-the-married-woman-in-the-middle-of-the-road-and-made-a-nasty-demand-for-sexual-intercourse

author img

By

Published : Mar 12, 2023, 4:37 PM IST

ખાખીને શર્મશાર કરતા પોલીસકર્મી સામે ફરિયાદ

અમદાવાદ: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજ વાળા નામના પોલીસ કર્મી સામે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલા જ્યારે અગાઉ એક ફ્લેટમાં રહેતી હતી ત્યારે આ પોલીસકર્મી જયરાજ વાળા પણ ત્યાં રહેતો હતો. જે બાદ બંને વચ્ચે ઓળખાણ થયા બાદ આરોપી તેને પ્રેમ કરવા લાગ્યો હતો, જે બાદ પોલીસકર્મીએ પરિણીતાને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું અને આટલાથી ન અટકી છેડતી કરતા મહિલાએ નરોડામાં ફરિયાદ નોધાવી છે.

પ્રેમના નામે હેરાનગતિ: છેલ્લા ઘણા સમયથી આરોપી પોલીસ કર્મી જયરાજ વાળા મહિલાને હું તમને પ્રેમ કરું છું, મારે તમારી સાથે પ્રેમ સંબંધ બાંધવો છે તેમ કહીને હેરાન કરતો હતો. મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવા માંગણીઓ પણ કરતો હતો. એટલું જ નહિ અલગ અલગ મોબાઈલ નંબર તથા ઓફિસના ફોનથી ફોન કરીને હેરાન કરતો હતો. જેથી મહિલાએ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં અગાઉ અરજી આપી હતી.

જાનથી મારી નાખવાની ધમકી: બીજી માર્ચના રોજ બપોરે મહિલા ઘરેથી કામે નીકળી ત્યારે જયરાજ ત્યાં પહોંચ્યો અને મહિલાની એકટીવાની ચાવી કાઢીને એકટીવા પર બેસીને "તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધવાની કેમ ના કહે છે" તેમ કહી બીભત્સ ગાળો બોલી મહિલાને સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી. જે બાદ મહિલા દીકરીને લેવા માટે એકટીવા લઈને જતી હતી ત્યારે આરોપી તેની પાસે આવીને શરીર સંબંધ બાંધવાની માંગણીઓ કરી હેરાન કરતો અને ગંદી ગાળો આપતો તેમજ અલગ અલગ મોબાઈલ ફોન પરથી ફોન કરતો હતો.

આ પણ વાંચો Ahmedabad Double murder case: કણભા મર્ડર કેસમાં આરોપી ઝડપાયો, તપાસમાં થયા મહત્વના ખુલાસા

નરોડા પોલીસ મથકે ફરિયાદ: 6 માર્ચ 2023ના રોજ બપોરના સમયે મહિલા દીકરીને લેવા માટે ગઈ હતી, તે સમયે જયરાજ વાળાએ તેઓની પાસે આવીને તું મારું કહ્યું કેમ માનતી નથી, તારે મારું કહેવું માનવું જ પડશે. તેમ કહીને તેને ગાળો આપીને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે તેમ કહીને બીભત્સ માંગણીઓ કરવા લાગ્યો હતો અને જો તું મારું કહ્યું માનીશ નહીં તો હું તને અને તારા પરિવારને ધ્યાનથી મારી નાખીશ એવું કહી પોતાની પાસે રહેલ છરો બતાવ્યો હતો. જે દરમિયાન મહિલાની દીકરી સ્કૂલ બસમાં આવતા જયરાજ વાળા ત્યાંથી જતો રહ્યો હતો. અંતે આ અંગે મહિલાએ પતિને જાણ કરતા આ સમગ્ર મામલે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો Surat news: સુરતમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો, યુવકે હિન્દૂ હોવાની ઓળખાણ આપી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી

ગુનો દાખલ કરીને તપાસ શરૂ: મહત્વનું છે કે આ સમગ્ર મામલે અગાઉ થયેલી અરજી અંગે એક ઉચ્ચ અધિકારીએ ઠપકો આપતા મામલે થાળે પાડ્યો હતો. જોકે મહિલાએ વધુ એક વાર ફરિયાદ કરતા અંતે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે આ મામલે ગુનો નોંધાતા આરોપી પોલીસકર્મી જયરાજ વાળા ફરાર થઇ જતા તેને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.આઇ એ.જે ચૌહાણે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે મહિલાની ફરિયાદના આધારે હાલ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.