સરકારી વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, મહાયજ્ઞમાં અન્ય રાજ્યોના મુખ્યપ્રધાન, કેબિનેટ પ્રધાન અને Z પ્લસ સુરક્ષા ધરાવાતા લોકો આવનાર હોવાથી હાર્દિક પટેલને 23મી ડિસેમ્બર પછી પૂજા માટે પરવાનગી આપવામાં આવે. 23મી ડિસેમ્બર પહેલાં ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા લોકો પૂજામાં ભાગ લેતા હોવાથી કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે 23મી ડિસેમ્બર પછી હાર્દિકને પૂજામાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે. હાર્દિક પટેલના વકીલ દલીલ કરી હતી કે, અમે 15મી ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2019 વચ્ચે પરવાનગી માગી છે.
અરજદાર તરફે દલીલ કરવામાં આવી છે કે, વિસનગર તોડફોડ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. એટલું જ નહિ અપીલ અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે મહેસાણા સેશન્સ કોર્ટમાં આ કેસની ટ્રાયલ પણ પુરી થઈ ગઈ હોવાથી હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશ આપવામાં આવે. હાર્દિક પર મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી બંધારણની કલમ 19(A) વાણી અને અભિવ્યકિતની સ્વતત્રતાં વિરૂદ્ધનું છે. પ્રવેશબંધીની શરતને લીધે અરજદારે ત્રણ વર્ષથી તેમની કુળદેવીના મંદિરમાં પ્રવેશ કર્યો નથી. મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા આરોપી હાર્દિક પટેલને તોડફોડના કેસમાં ત્રણ મહિનાની સજા ફટકારી હતી.