અમદાવાદ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની ધરતી પર પગ મૂકે તે જ સમયે આમ આદમી પાર્ટી ડેટા ઓફિસ પર બાઈક પર સવાર ત્રણ લોકો દ્વારા પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપી રેડ પાડવામાં આવી( Police raid on AAP data office)હતી. જોકે પોલીસ દ્વારા આવી કોઈ પણ પ્રકારની રેડ પાડવામાં આવી નથી તેવું જાણવા મળી રહ્યું છે.
AAPનો પોલીસ દ્વારા રેડ પડી હોવાનો આક્ષેપ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા જ આમ આપની પાર્ટી(Gujarat AAP)અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પહેલા જ રસાકસી જામી હોય તેવું સામે આવી રહ્યું છે. ગત રાત્રે આમ આદમી પાર્ટીની ડેટાઓફિસ પર પોલીસ દ્વારા રેડ પડી હોવાનો (Police raid on Aam Aadmi Party office )આક્ષેપ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે.
સાંજે 8 વાગે દરોડા પડ્યા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગત રાત્રે આમ આદમી પાર્ટીના ડેટા ઓફિસ પર પોલીસ દ્વારા રેડ (Ahmedabad Police)પાડવામાં આવી હતી. સંગઠન પ્રધાન દ્વારા તેમનો પરિચય પૂછવામાં આવ્યો તો તે પોતે નવરંગપુરા પોલીસ સ્ટેશન ડી સ્ટાફમાંથી આવ્યા છે. અને તેમણે હિતેશ અને પારસ નામ અને આઈ કાર્ડ બતાવી પોતાનો પરિચય આપ્યો હતો.
પોલીસ દ્વારા રેડની વાત નકારી અમદાવાદ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટી પર રેડ પાડી હોવાની વાત ટ્વીટ કરી નકારવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દ્વારા પોતાની ઓફિસ હમણાં જ બનાવી હોવાથી સીસીટીવી નથી પણ બાજુમાં જ બેન્ક છે. ત્યાંના સીસીટીવી ચેક કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. જો તે પોલીસ સ્ટાફના કર્મચારી ના હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગોપાલ ઇટાલિયા ટ્વીટ કરી જવાબ આપ્યો અમદાવાદ પોલીસ દ્વારા ટ્વીટ પર જવાબ આપતા જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે પોલીસ ઓળખ બતાવીને આખી ઓફિસના ડ્રોઅર, કોમ્યુટર, ડાયરી ચેક કરવામાં આવ્યા હતા.આ રેડ અંદાજિત દોઢ કલાક સુધી રેડ પાડવામાં આવી હતી. તે સમયે જ પોતાની ઓળખ નવરંગપુરા પોલિસ સ્ટેશન ડી સ્ટાફ હોવાનું જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટી ભાજપ ડરી ગયું ઈશુદાન ગઢવી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતું કે જેમ જેમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત પક્ષ તરીકે સામે આવી રહ્યો છે.જેના કારણે ભાજપ આમ આદમી પાર્ટી થી ભાજપ ડરી ગયુ છે.અને તને હવે ગુજરાતમાં હાર સામે દેખાઈ રહી હોવાથી આવી રેડ પડાવી રહી છે.પણ આમ આદમી પાર્ટી દ્વારા હિતેશ અને પારસ નામના વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.