અમદાવાદ : અત્યાર સુધી દારૂની હેરાફેરી કે પછી દારૂની છુપાવવા માટે અવનવા (sewers Liquor caught in Ahmedabad) પેંતરાઓ બુટલેગરો અજમાવતા હતા, ત્યારે આ વખતે બુટલેગરોએ દારૂની સાચી જગ્યા એટલે કે ગટરમાં તેને સંતાડ્યો હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે ગટરમાં છુપાવેલી દારૂની 189 બોટલો સાથે એક યુવકની ધરપકડ કરી છે. (Ahmedabad Crime News)
આ પણ વાંચો ભુજ એ ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચે દારૂ સાથે એકને ઝડપી પાડયો
શું છે સમગ્ર મામલો સરખેજ પોલીસ સ્ટેશનના PI વી.જે ચાવડા તેમજ PSI ડી.પી સોલંકીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકતના આધારે સરખેજમાં SG હાઈવે પર રામદેવ હોટલની પાછળ ધનંજય ક્રિકેટ મેદાન સામે આવેલ ખુલ્લી જગ્યામાં ગટર લાઈનમાં ઢાંકણાની નીચેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે સરખેજના રવિરાજસિંહ રાઠોડ નામના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ પહોંચાડનાર નિતેશ ઉર્ફે રોહિત નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે પોલીસે ટીમો કામે લગાડી છે. (Sarkhej sewers Liquor caught)
આ પણ વાંચો દારુએ ભૂલાવ્યું ભાન: છોટા ઉદેપુરમાં દારૂ માટે પૈસાની ના પાડતાં કરી હત્યા
બે દિવસ પહેલા દારૂ સંતાડ્યો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, બે દિવસ પહેલા જ ગટરમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. જોકે આ ગુનામાં વોન્ટેડ આરોપી પકડાય પછી દારૂની હેરાફેરી અને આ ગુના અંગે વધુ ખુલાસાઓ સામે આવશે. આ અંગે સરખેજ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનના PI વી.જે ચાવડાએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ બે દિવસ પહેલા દારૂ લાવીને સૂમસાન જગ્યામાં ગટરમાં સંતાડી દીધો હતો. જો કે આ ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયા પછી વધુ ખુલાસાઓ સામે આવશે. (Sarkhej police seized liquor from gart)