અમદાવાદ દિવાળીના દિવસે સમગ્ર શહેર હર્ષભેર ફટાકડા ફોડી ઉજવણી (Diwali in Ahmedabad) કરી રહ્યું હતું. ત્યારે સિંધુ ભવન રોડ પર કેટલાક યુવકો કાયદા વ્યવસ્થાને નેવે મૂકીને બેફામ બની જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી રહ્યા હતા. ચાલુ ગાડીએ, ગાડી ઉપર બેસીને રોડ-રસ્તા બંધ કરીને યુવકોએ ફટાકડા ફોડ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીના દાવા કરવામાં આવે છે, પરંતુ સિંધુ ભવન રોડ પર પોલીસની ગેરહાજરીએ પોલીસની નિષ્ફળતા સાબિત કરી છે. (Ahmedabad Sindhu Bhavan road firecrackers)
ગાડી પર બેસીને રસ્તા રોકીને ફટાકડા ફોડ્યા સિંધુ ભવન રોડની શરૂઆતથી તાજ હોટલ સુધીના રસ્તા પર અનેક લોકો પસાર થતા હોય છે. ત્યારે દિવાળીની રાત્રે બનેલો બનાવ અમદાવાદીઓએ ક્યારે ન જોયો હોય તેવો જાહેર રસ્તા પર જોવા મળ્યો હતો. કેટલાક યુવકોએ ફટાકડા ફોડી સમગ્ર સિંધુ ભવન રોડ બાનમાં લીધો હતો. સોશિયલ મીડિયામાં ફેમસ થવા પોતાનો દબદબો બનાવવા યુવકો કાળા કલરની (Sindhu Bhavan Road Diwali Viral Video) સ્કોર્પિયો કારમાં બેસીને ચાલુ ગાડીએ બારીમાંથી ઉભા રહીને ફટાકડા ફોડ્યા હતા. અન્ય વાહન ચાલકોને મુશ્કેલી થાય તે રીતે આ યુવકો બેફામ ગાડી ચલાવીને ફટાકડા ફોડી રહ્યા હતા. ઉપરાંત ગાડીના બોનેટ પર બેસીને હાથમાં રાખીને ફટાકડા ફોડ્યા હતા. કાયદો અને વ્યવસ્થાનો ડર ના હોય તે રીતે પણ રોડ-રસ્તા બંધ કરીને રસ્તાની વચ્ચે તથા બે રસ્તાના ડિવાઈડર પર ફટાકડા ફોડ્યા હતા. (Diwali 2022 in Ahmedabad)
ઇન્સ્ટાગ્રામમાં યુવકોના વીડિયો અને રિલ્સ વાયરલ અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે આ યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો હતો. ફટાકડા ફોડતા તમામ વીડિયો આ યુવકોએ સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામમાં આ યુવકોના વીડિયો અને રિલ્સ ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે. લોકો પણ પોલીસની નિષ્ક્રિયતાને લઇને ટિપ્પણી કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કે, પોલીસનો બંદોબસ્ત ના હોવાથી આ યુવકો વધુ બેફામ બન્યા હતા. આ મામલે ઝોન -7 DCP બી.યુ.જાડેજાએ જણાવ્યું હતું કે, વીડિયો મળતા અમે તપાસ શરૂ કરી છે. ગાડીના નંબર તેમજ વીડિયોમાં દેખાતા યુવકોને ઓળખીને આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ફરીથી આ પ્રકારે બનાવ ના બને તે પોલીસ દ્વારા પણ હવે વધુ પેટ્રોલિંગ કરવામાં આવશે. (Diwali at Sindhu Bhavan Road)