અમદાવાદ : થોડા સમય પહેલા અમદાવાદના નિકોલમાં રીક્ષા ચાલકે (Rickshaw driver killed in Nikol) નજીવી બાબતે અંજામ આપ્યો હતો. તેને લઈને પોલીસે તપાસ કરતા ગુનાનો ભેદ ઉકેલી કાઠ્યો છે. હત્યાને અંજામ આપનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે પોલીસે બે યુવકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં એક સગીર અને એક યુવકને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. (Ahmedabad Police)
શું હતી ધટના ઘટનાની વિગતવાર વાત કરીએ તો નિકોલ વિસ્તારમાં મંગલપાંડે હોલ પાસે રહેતા અજય રાઠોડે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી 26મી નવેમ્બર 2022ના રોજ પોતાના મિત્ર રણજિત ચૌહાણ સાથે ચાલતા ચાલતા મંગલપાંડે હોલની બાજુમાં આવેલા પથિક સોસાયટીના નાકે પકોડી ખાવા ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતા સમયે એક અજાણ્યા રીક્ષા ચાલકે રણજીત ચૌહાણને પાછળથી રીક્ષા અડાડી હતી. જેથી રણજીત ચૌહાણે રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા રીક્ષા ચાલક ઉશ્કેરાયો હતો. રીક્ષા ચાલક અને તેની સાથે બેઠેલા એક યુવકે રણજીત ચૌહાણ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન રીક્ષા ચાલક સાથેના યુવકે રણજીત ચૌહાણને પકડી રાખ્યો જ્યારે અન્ય યુવજે ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. (Ahmedabad Crime News)
કોણ છે આરોપી લોહીલુહાણ હાલમાં યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી આ ઘટના સંદર્ભે નિકોલ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ઘટનાને પગલે નિકોલ પોલીસે આસપાસના CCTV તેમજ અન્ય વિગતો તપાસી અજય ઉર્ફે રાહુલ પટણી નામના યુવકની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી અગાઉ પણ સરદારનગરના હત્યાના ગુનામાં પકડાયો હોવાનું ખુલતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (murder case in Nikol)