ETV Bharat / state

Police Investigation Medal : એક્સિલન્સ ઈન પોલીસ ઈન્વેસ્ટિગેશન 2023, ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ ઝળક્યા - PI હાર્દિકસિંહ ઝાલા

ગુનાની તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે દર વર્ષે દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીનું ચંદ્રક એનાયત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ગુજરાતના 6 અધિકારીઓને તેમની કામગીરીમાં ઉત્કૃષ્ટતાને બિરદાવી છે. જાણો કોણ છે આ ગુજરાતના 6 સાવજ...

Police Investigation Medal
Police Investigation Medal
author img

By

Published : Aug 15, 2023, 1:27 PM IST

અમદાવાદ : ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા હાલમાં જ પોલીસ ઈન્વેસ્ટિગેશન મેડલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં પોતે કરેલ ઉત્તમ સેવાની કુશળતા પૂર્વકની કામગીરીને ધ્યાનમાં રાખીને મેડલ આપી સન્માન કરવામાં આવતું હોય છે. દેશના કોઈપણ પોલીસ અધિકારીઓ જવાનો માટે મેડલ મેળવવો એ ખૂબ જ ગૌરવની વાત હોય છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત પોલીસના છ પોલીસ અધિકારીઓને યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલન્સ ઈન પોલીસ ઈન્વેસ્ટિગેશન 2023 મેડલની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતના સાવજ : વર્ષ 2023 માટે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રીનું ચંદ્રક મેળવનાર અધિકારીઓમાં ગુજરાતના 6 અધિકારીઓ છે. જેમાં સુનિલ જોશી SP, સુશીલ અગ્રવાલ IPS, વિરભદ્રસિંહ જાડેજા Dysp, સરદારસિંહ બારીયા (નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર), નિખિલ બ્રહ્મભટ્ટ (પોલીસ ઇન્સ્પેક્ટર), હરદીપસિંહ ઝાલા (પોલીસ ઇન્સ્પેક્ટર) નામની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીનું ચંદ્રક : વર્ષ 2023 માટે યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલન્સ ઈન ઇન્વેસ્ટિગેશન તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રીનો ચંદ્રક 140 પોલીસ કર્મચારીઓને એનાયત થયો છે. આ મેડલ આપવાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. જેનો આશય અપરાધની તપાસનાં ઉચ્ચ ધારાધોરણોને પ્રોત્સાહન આપવાનો અને તપાસમાં ઉત્કૃષ્ટતાને બિરદાવવાનો છે. આ મેડલની જાહેરાત દર વર્ષે 12 ઓગસ્ટના રોજ થાય છે.

સગીરા પર બળાત્કાર : ગુજરાત પોલીસના એક્સેલેન્ટ ઈન પોલીસ ઇન્વેસ્ટિગેશન 2023 ના મેડલ મેળવનાર ગુજરાત ATS SP સુનિલ જોશી તેમજ રાજકોટના નાયબ પોલીસ અધિક્ષક વિરભદ્રસિંહ જાડેજા અને નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર સરદારસિંહ બારીયાને પ્રશંસનીય કામગીરી બદલ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તેઓએ વલસાડ જિલ્લામાં 7 ફેબ્રુઆરી 2020 ના રોજ એક 9 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરી હત્યા કરવાના નોંધાયેલા કેસની તપાસ કરી હતી. જેમાં ગુનાના આરોપીને પકડીને પુરાવા એકત્રિત કરી નામદાર કોર્ટમાં 44 દિવસમાં ચાર્જશીટ કરી હતી. જેમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને મૃત્યુની સજા કરી હતી.

ચકચારી હત્યાનો કિસ્સો : પ્રફુલ મંડોરાની છરીના 12 ઘા મારીને હત્યા કરવાના કેસમાં સુશીલ અગ્રવાલ તપાસ અધિકારી હતા. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તે ગુનામાં આરોપીને ઝડપથી તપાસ કરી 6 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આરોપીને આજીવન કેદની સજા કરાવી હતી. તે બદલ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને મેડલ એનાયત કરવામાં આવ્યો છે.

5 વર્ષીય બાળકી પર બળાત્કાર : પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિકસિંહ ઝાલાને પાંચ વર્ષની બાળકીનૂં અપહરણ કરી બળાત્કારનો કેસ સોંપાયો હતો. 4 નવેમ્બર 2021 ના રોજ પાંચ વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર થયાનો ગુનો ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં PI હાર્દિકસિંહ ઝાલાએ આરોપીની ધરપકડ કરી ભૌતિક, જૈવિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરી 24 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરીને આરોપીને ફાંસીની સજા કરાવી હતી. તે બદલ તેમને મેડલ એનાયત કરવામાં આવ્યો છે.

રાષ્ટ્ર સુરક્ષાનો કેસ : 7 જાન્યુઆરી 2023 ના રોજ SAC-ISRO ઈસરોના ટેકનિકલ ઓફિસર વિરુદ્ધ SAC-ISRO ના સુરક્ષિત કોમ્પ્યુટર સંસાધનને એક્સેસ કરવા તેમજ અધિકૃતતા વિના રાષ્ટ્રના અવકાશ કાર્યક્રમને જોખમમાં મૂકવાના ઈરાદા સાથે રાષ્ટ્રની બૌદ્ધિક સંપત્તિને જોખમમાં મૂકવાનું ગુનો નોંધાયો હતો. ગુજરાત ATS PI નિખિલ બ્રહ્મભટ્ટે જેની તપાસ કરી નિયત સમયમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. જે બદલ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.

જાંબાજ અધિકારી : આ પુરસ્કાર મેળવનાર કર્મચારીઓમાં CBI 15 કર્મચારી (Central Bureau of Investigation), NIA 12 કર્મચારી (National Investigation Agency), ઉત્તરપ્રદેશ પોલીસના 10 કર્મચારી, કેરળ અને રાજસ્થાન પોલીસના 9-9 કર્મચારી, તમિલનાડુ પોલીસના 8 કર્મચારી, મધ્યપ્રદેશના 7 અને ગુજરાત પોલીસના 6 કર્મચારીઓ છે. આ ઉપરાંત અન્ય રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો અને વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ પણ છે. તેમાં 12 મહિલા પોલીસ અધિકારીઓ સામેલ છે.

  1. Hirasar Airport Inauguration : રાજકોટ પીએમ મોદીને ભેટમાં આપશે હીરાજડીત પ્લેન
  2. Malnutrition in Kutch : જિલ્લામાં 3667 જેટલા બાળકો અતિકુપોષિત, નખત્રાણાના લુડબાય ગામમાં 5 બાળકોના કુપોષણથી મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.