અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક પોલીસ દ્વારા એક પોલીસ ચોકી ઉભી કરવામાં આવેલી છે. ત્યાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાંગ ઝાલા જેમની ટ્રેનિંગ બાદ છેલ્લા 3 વર્ષથી તેમની પ્રથમ નોકરી વિક્ટોરિયા ગાર્ડન પાસે છે. ત્યારથી તેઓ વિકટોરિયા ગાર્ડન પાસે ફરજ બજાવે છે. આ ફરજ બજાવતા તેમના નજરે એક બાલાલા નામના વ્યક્તિ પર પડી હતી. તેમણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાલાલાની આગળ પાછળ કોઈ પરિવાર કે સારસંભાળ રાખનાર હયાત નથી.
બાલાલાની માનસિક સ્થિતિ પણ સારી નથી. દિવ્યાંગ ઝાલાએ તે દિવસથી બાલાની સંપૂર્ણ જવાબદારી પોતાના સ્વખર્ચે ઉપાડવાનું નક્કી કર્યું. તેને ત્રણ વર્ષથી આજ સુધી બાલાલાની સંપૂર્ણ રીતે સારસંભાળ રાખી કોઈ પણ તકલીફ હોય તો દવાખાને લઈ જવો, ઠંડીમાં તેને વિશેષ કાળજી લેવી, તદુપરાંત એની નવડાવવાની અને ખવડાવવાની સંપૂર્ણ જવાબદારી પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાંગ ઝાલા ખૂબ જ હસતે મોઢે અને ખુબ જ ગર્વભેર આ ફરજ નિભાવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે,જ્યારે દુનિયામાં હિન્દુ મુસ્લિમના ઝગડાની જે લોકો વાતો કરતા હોય છે, તેમના માટે આનાથી ઉત્તમ ઉદાહરણ કોઈ હોઈ ન શકે. એક હિંદુ પોલીસ દ્વારા એક મુસ્લિમ માનસિક અસ્થિર યુવકની સારસંભાળ લેવાઈ રહી છે.
ETV ભારત દ્વારા તેમને આશરે અંદાજીત કેટલો ખર્ચો કરે છે? તે પૂછપરછ કરતા તેમણે કોઈપણ પ્રકારની રકમની વાત કરવાની ના કહી દીધી હતી, અને ઉપરથી જણાવ્યું હતું કે, આ મારી પ્રાથમિક ફરજ છે, અને હું મારી ફરજ સમજીને કરું છું. અને બલાલાની જવાબદારી હું મારા સ્વખર્ચે કરું છું, એના માટે મેં ક્યારેય પણ આવા હિસાબ-કિતાબ કર્યા નથી. અને આને હું મારો નાનો ભાઈ સમજીને મારાથી થાય તેટલી મારી ફરજ અદા કરીશ.