અમદાવાદમાં પાગલ પ્રેમીઓએ પ્રેમિકા ઉપર એસિડથી હુમલો કર્યાની ઘટનાઓ અનેકવાર બની છે. પરંતુ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ગોપાલનગરની ચાલીમાં એક પતિએ પોતાની પત્ની પર એસિડ ફેંક્યાની ઘટના બની છે. નરાધમ પતિ એસિડ ફેંકીને ઘરમાંથી ફરાર થઇ ગયો હતો. માહિતી પ્રમાણે, બીમારીને કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા, જે કારણે પત્ની પતિને પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી. જેથી 27 એપ્રિલના રોજ સવારે પતિ પોતાની પત્નીને લેવાં માટે પિયરે આવ્યો હતો, ત્યારે પત્નીએ પતિ સાથે આવવાની ના પાડતાં બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. જે બાદ ઉશ્કેરાયેલાં પતિએ પોતાની પાસે રહેલી એસિડની બોટલમાંથી એસિડ પત્ની પર ફેંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી. આ સમયે પાસે ઉભેલી દીકરી ઉપર પણ એસિડનાં બે-ત્રણ છાંટા ઉડ્યા હતા.
એસિડ પડવાથી પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી, જેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નરાધમ આરોપી પતિ મૂળ અમરેલીનો રહેવાસી છે. બંને વચ્ચે આર્થિક સમસ્યાઓને તકરાર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ આરોપીને સિવિલ હોસ્પિટલમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.