શહેરમાં શનિ-રવિની રજાના માહોલમાં જુગાર રમતા અનેક સ્થળોએ પોલીસે રેડ કરી હતી. સરખેજ, સાબરમતી, વેજલપુર, નિકોલ વિસ્તારમાં પોલીસે ધડબડાટી બોલાવી હતી. જુગાર રમતા 30 થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતાં.
મળતી માહિતી પ્રમાણે, સરખેજમાં જુગાર રમતા 5 ઈસમો પાસેથી 15 હજારનો મુદ્દામાલ, સાબરમતી વિસ્તારમાં 11 ઈસમો પાસેથી 5 લાખથી વધુના મુદ્દામાલ, વેજલપુર વિસ્તારમાં 5 ઈસમો પાસેથી 22 હજારનો મુદ્દામાલ અને નિકોલમાંથી 8 જુગારીઓ પાસેથી 65 હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. જેમાં મહિલાનો સમાવેશ હતો.