ETV Bharat / state

PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, ચૂંટણીલક્ષી પ્રચારની કરી શકે છે શરૂઆત - PM Modi Election Campaign Program in Gujarat

આગામી વિધાનસભા ચૂંટણી(Assembly Elections in Gujarat) આવી રહી છે. ત્યારે તેના પ્રચારની કમાન પણ વડાપ્રધાન મોદી જ સંભાળશે તેને લઈને આગામી માર્ચ મહિના બાદ વડાપ્રધાનના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત પ્રવાસને(PM Narendra Modi visits Gujarat) લઈને ધમધમાટ તૈયારી ચાલુ કરી દીધી છે.

PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીલક્ષી પ્રચાર માટે ગુજરાત પ્રવાસે

author img

By

Published : Jan 5, 2022, 10:59 AM IST

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી ભાજપ ચૂંટણી (Assembly Elections in Gujarat)લક્ષી કામગીરીમાં લાગી ગયું છે. સ્ટાર પ્રચારકોતો ચૂંટણી સમયે પ્રચાર માટે આવશે પરંતુ જેમ બીજેપી કાયમ વડાપ્રધાન મોદીના ફેઈસ પર ચૂંટણી લડે છે એ જ રીતે આગામી ચૂંટણીને લઈને પણ આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. પ્રદેશ બીજેપીએ વડાપ્રધાન મોદીના પ્રચાર માટે આયોજન શરૂ કરી દીધું છે.

વડાપ્રધાન મોદીના ગુજરાતમાં 12 જેટલા પ્રવાસ

વડાપ્રધાન મોદીના માર્ચથી ચૂંટણી સુધી 12 જેટલા પ્રવાસ ગોઠવાઈ(PM Narendra Modi visits Gujarat) રહ્યા છે. જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પ્રવાસ ગોઠવવામાં આવશે. કેટલાક વિકાસ કાર્યોના ખાત મુહૂર્તમાં આવશે તો કેટલાક લોકાર્પણ કામે પણ વડાપ્રધાન આવશે. તો બીજી તરફ જ્યારે ચૂંટણી હશે ત્યારે ક્લસ્ટર મુજબ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે..

કેટલાક વિસ્તારોમાં લોકાર્પણ-ખાત મુહૂર્ત

પ્રદેશ બીજેપી અત્યારે આંતરીક સર્વે કરાવી રહી છે. જે વિસ્તાર બીજેપી માટે નબળો હશે તેમાં વડાપ્રધાનના પ્રવાસ વધારે ગોઠવવામાં આવશે. સાથે જ અર્બન એરિયામાં ખાતમુહૂર્ત(PM Modi Inauguration in Gujarat) અને લોકાર્પણ કામ વધારે કરાશે તો રુરલ વિસ્તારમાં ચૂંટણીલક્ષી સભાઓ વધારે ગોઠવવામાં આવશે તેવી શક્યતાઓ છે.

વડાપ્રધાન મોદી યુવાઓ અને મહિલાઓને આહવાન કરશે

તો બીજી તરફ ભાજપ દ્રારા મહિલા મોરચો અને યુવા મોરચાના મહા સંમેલન કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના સંમેલન ગુજરાતમાં કરવામાં આવશે. તેમજ એપ્રિલ માસ બાદ આ બંને મોરચાને સક્રિય કરી અને તેના આયોજન કરવામાં આવશે. જેમાં પણ વડાપ્રધાન મોદી યુવાઓ અને મહિલાઓને આહવાન(PM Modi Election Campaign Program in Gujarat) કરશે. આમ ચૂંટણી સુધીના મુખ્ય કાર્યક્રમ અંગે તૈયારીઓ ભાજપએ(BJP Election Preparation in Gujarat) આરંભી દીધી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: કમલમમાં ભાજપની બેઠક આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પહેલા રાજ્યના તમામ જિલ્લાનો કરશે પ્રવાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.