ETV Bharat / state

PM નરેન્દ્ર મોદીના માતા હીરા બાને આવ્યો હતો ગંભીર એટેક, પેરેલિસિસ જેવી સ્થિતિ સર્જાઈ હતી - pm Narendra Modi mother heraba health improve

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો (pm Narendra Modi mother heraba health improve) થતાં તેમને નોર્મલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. સામે આવેલી માહિતી પ્રમાણે તેમને ગંભીર એટેક આવ્યો હતો. જેમાં પેરેલિસિસ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પેરેલિસિસનું ઈન્જેક્સન આપ્યા બાદ તેમની તબિયત હાલ સુધારા પર છે.

PM નરેન્દ્ર મોદીની માતાની તબિયતમાં સુધારો, એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી મળી શકે છે રજા

author img

By

Published : Dec 29, 2022, 10:54 AM IST

Updated : Dec 29, 2022, 1:31 PM IST

અમદાવાદ : હોસ્પિટલમાં દાખલ PM નરેન્દ્ર મોદીની માતા હીરા બાની તબિયતમાં સતત સુધારો (pm Narendra Modi mother heraba health improve) થઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમને એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તબીબોના જણાવ્યા અનુસાર તેને હવે ઓરલ ડાયટ આપવામાં આવી રહી છેPM નરેન્દ્ર મોદી તેમની માતાની તબિયત પૂછવા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં હીરા બા દાખલ છે. PM નરેન્દ્ર મોદી અહીં લગભગ દોઢ કલાક રોકાયા હતા.

PM નરેન્દ્ર મોદીના માતાની તબિયતમાં સુધારો : શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડ પ્રેશરને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી મૈસૂર પાસે રોડ અકસ્માતમાં સહેજ ઘાયલ થયા હતા. તેમની પત્ની, પુત્રી અને પુત્રવધૂ પણ તેમની સાથે હતા. જાણકારી અનુસાર - તેને મૈસુરની જેએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા : PM મોદીના માતા હીરાબાને (pm modi mother hiraba critical health) અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા (hiraba admitted in UN mehta hospita) છે. તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ સમાચાર મળતાની સાથે જ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હીરાબાની તબિયત સુધારા અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત નિષ્ણાત ડોકટરો સાથે મુલાકાત કરી હતી. યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રીલિઝ કર્યું છે.

હીરાબાની તબિયત સુધારા પર : જો કે યુ એન મહેતા હોસ્પિટલનું સત્તાવાર બુલેટિન બહાર આવ્યું છે અને તેમાં હીરાબાની તબિયત સુધારા પર છે તેની જાણકારી આપવામાં આવી હતી. આ પહેલાં 2016માં PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એટલું જ નહિ, હોસ્પિટલના જનરલ વાર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કરી પ્રાર્થના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાબી તબિયતને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને જલ્દી સારા થવા માટેની પ્રાર્થના કરી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હીરાબા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

હોસ્પિટલ પર જમાવડો : મળેલી માહિતી અનુસાર કે કૈલાસનાથન યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉપરાંત ભાજપના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા, ધારાસભ્ય કોશિક જૈન પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. સાથે જ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને હીરાબાના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર જાણ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સહિતના મોટાભાગના ધારાસભ્યો હીરાબાની ખબર કાઢવા હોસ્પિટલ આવ્યા હતા.

પીએમ મોદી હોસ્પિટલમાં દોઢ કલાક રોકાયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને સીધા યુએન હોસ્પિટલ ગયા હતા. હીરાબાની ખબર અંતર પુછીને તેમણે ડોકટરો સાથે ચર્ચા કરી હતી. અને તેમની સારવાર અંગે માહિતી મેળવી હતી. જો કે હોસ્પિટલના સત્તાવાળાઓના મતે હીરાબાની તબિયત સ્થિર છે. અને પીએમ મોદી હોસ્પિટલમાં દોઢ કલાક જેટલું રોકાણ કર્યું હતું. જો કે ત્યાર બાદ ડોકટરના કહેવા પ્રમાણે તબિયત સુધારા પર છે, જે પછી પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા.

થોડા સમય પહેલા જ વડાપ્રધાન માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા: હાલમાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવેલા ત્યારે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે 30 મિનિટ સમયનો સમય વિતાવ્યો અને શિયાળાની સાંજે ગરમાગરમ ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ પહોંચ્યા હતા.

Last Updated : Dec 29, 2022, 1:31 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.