ETV Bharat / state

PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળશે - ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ PM મોદી નિહાળશે

અમદાવાદમાં રમાઈ રહેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા કેન્દ્રીય ગૃહપ્રધાન, મેઘાલયના સીએમ સહિતના નેતાઓ અને સેલિબ્રિટી ઉપસ્થિત છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહા મુકાબલાના સાક્ષી થવાના છે. હાલ વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થતાં તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 6:40 PM IST

અમદાવાદ : ICC ક્રિકેટ વર્લ્ડ કપનો આજે ફાઇનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા આ રોમાંચક મુકાબલાને નિહાળવા દેશ-વિદેશના કેટલાય સેલિબ્રિટી આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહા મુકાબલાને નિહાળશે. ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.

PM મોદીનું આગમન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ICC ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલાના સાક્ષી બનવાના છે. ત્યારે હાલ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહામુકાબલો નિહાળશે : ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. જે અંતર્ગત આજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

એરપોર્ટ ખાતે પીએમનું સ્વાગત : વડાપ્રધાન મોદીના અમદાવાદ આગમન પર નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, અમદાવાદ શહેર મેયર પ્રતિભા જૈન સહિત રાજ્યના મુખ્ય સચિવ, એર માર્શલ, રાજ્ય પોલીસ વડા અને દેશની ત્રણેય સુરક્ષા પાંખના અધિકારીઓએ વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

  1. વર્લ્ડ કપની ફાઈનલ મેચ પિક પર હશે ત્યારે પીએમ મોદી સ્ટેડિયમમાં આવશે, ચૂંટણી પ્રચારમાંથી સીધા પહોંચશે
  2. વર્લ્ડ કપ 2023: સચિન તેંડુલકર, મનોજ જોશી, તેજસ્વી સૂર્યા પહોંચ્યા અમદાવાદ, ઈન્ડિયા vs ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચથી દેશમાં તહેવાર જેવો માહોલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.