અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મેળવવા બાબતે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલના કારણે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાઈ હોવાના આક્ષેપ સાથે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે હવે અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કરી અરજી છે કે કેસની ટ્રાયલ દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી રાહત આપવામાં આવે ત્યારે હવે કેજરીવાલને 13 જુલાઈએ હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યુ છે.
પીએમ મોદી ડિગ્રી વિવાદ કેસ : આ અરજીમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક ટિપ્પણી તેમજ યુનિવર્સિટીની જે છબી છે તે ખરડાઈ છે તેવું નિવેદન આપ્યું છે. જેના પગલે તેમની સામે માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે. આ કેસની ગત સુનાવણીમાં મેટ્રોપોલિટન કોર્ટે સીઆરપીસીની કલમ 204 મુજબ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ ઇસ્યુ કર્યું હતું અને 07 જુનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું. જે હવે 13 જુલાઈ કરવામાં આવ્યુ છે. કેસની ટ્રાયલનાં દિવસે કેજરીવાલ વતી તેમના વકીલો હાજર રેહશે અને કેજરીવાલ તરફથી ફરિયાદી પાસે સમગ્ર કેસના દસ્તાવેજો પણ મેળવવા માંગ કરી છે.
શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ડિગ્રી માંગી હતી. પીએમ નરેન્દ્ર મોદી કેટલું ભણેલા છે તેના વિશે તેવો જાણવા માંગે છે. આ બાબતે તેમની સામે ગુજરાત યુનિવર્સિટી પાસેથી પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી સર્ટિફિકેટની માંગ કરવામાં આવી હતી. જેના પગલે ભારતના cic આદેશ જારી કર્યો હતો કે, પીએમ મોદીની ડિગ્રી બાબતે જન સુચના અધિકારી ગુજરાત યુનિવર્સિટી તેમજ દિલ્હી યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીની વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં ચાલ્યો : ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વૈષ્ણવની સિંગલ બેન્ચે છે આ આદેશને રદ કરી દીધો હતો. જે સમગ્ર કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલ્યો હતો. જોકે ગુજરાત હાઇકોર્ટે પીએમની ડીગ્રી જાહેર કરવાની કોઈ જ જરૂર નથી એવો મનાઈ હુકમ કરીને આ કેસનો નિકાલ કર્યો હતો. આ કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 25,000નો દંડ ફટકાર્યો હતો અને આ રકમને ગુજરાત રાજ્યના સ્ટેટ લીગલ સર્વીસ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવા માટે હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે અરવિંદ કેજરીવાલ સામે માનહાનીનો કેસ દાખલ કર્યો છે, જેમાં આજે સુનાવણી થશે ત્યારે દિલ્હીના સીએમ હાજર રહેશે કે નહીં તે જાણું રસપ્રદ બની રહેશે.