અમદાવાદ ડેસ્ક: PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તારીખ 9 માર્ચે મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવાના છે. જેને લઇને પોલીસ સુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તારીખ 9મી માર્ચે બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક સાથે ભારત - ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન ટેસ્ટ મેચ નિહાળશે. બંને મહાનુભાવોના અમદાવાદ આગમનને લઇને શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ બંદોબસ્ત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલું રહેશે તેવી સંભાવનાઓ છે. જેને ધ્યામાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ખાસ વ્યવસ્થા: વિદેશી મહાનુભાવો ITC નર્મદા તથા તાજ સ્કાય લાઈનમાં રોકાવવાના હોવાથી તે હોટલ અને તેની આજુબાજુ પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને વડાપ્રધાનની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. સ્ટેડિમયની અંદર અને સ્ટેડિયમની આજુબાજુ પોલીસ તથા અન્ય એજન્સીઓ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે. સ્થાનિક વિસ્તારના લિસ્ટેડ ગુનેગારોને પણ સીધા રહેવાની વોર્નિંગ આપી દેવામાં આવી છે. રૂટ ડાયવર્ઝનનો પ્લાન પણ બનાવામાં આવ્યો છે. મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવવાના હોવાથી સ્ટેડિયમની અંદર જવા માટે થ્રીલેયર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે.
અલગથી બંદોબસ્ત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એક DIG, 11 DCP, 20 ACP, 52 PI, 112 PSI તેમજ 2855 જેટલા હેડ, પોલીસ કોન્સ્ટેબલ અને ASI બંદોબસ્તમાં તૈનાત રહેશે. ITC નર્મદા હોટેલ, તાજ સ્કાયલાઈન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ ટ્રાફિક પોલીસનો અલગથી બંદોબસ્ત રોડ રસ્તાઓ પર જોવા મળશે.
પ્રધાનમંત્રીની સુરક્ષા: તારીખ 9 માર્ચના આપણ દેશના પ્રધાનમંત્રી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદ આવાના છે. ત્યારે દર્શકો પણ મોટી સંખ્યામાં આવવાના છે. જેને લઇને કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યા છે. સિવિલ કપડાની અંદર પણ પોલીસને રાખવામાં આવ્યા છે. મહિલા પોલીસને પણ તૈનાત કરવામાં આવ્યા છે.જેના કારણે દર્શકોની અને બન્ને પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે--નિરજકુમાર બડગુજર, JCP,સેકટર 1 અમદાવાદ
કાર્યક્રમની જાહેરાત: ભારત અને ઓસ્ટ્રેલિયાના પીએમ મેચ જોશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એલ્બેનીઝ તારીખ 8 અને તારીખ 9 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9-13 માર્ચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ક્રિકેટ મેચ જોવા માટે સાથે જશે અને ક્રિકેટના સાક્ષી બનશે. જે બાદ તમામ કાર્યક્રામની જાહેરાત કરવામાં આવી છે. મેચ જોયા બાદ પ્રધાનમંત્રી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
મેટ્રોના સમયમાં ફેરફાર: ભારત ઓસ્ટ્રેલિયા મેચને લઇ અમદાવાદની મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી મેટ્રો દોડશે. તારીખ 9 માર્ચે મેટ્રો સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશેની જાહેરાત કરવામાં આવી છે. તારીખ 10 થી તારીખ 13 માર્ચના રોજ મેટ્રો સવારના 7થી રાત્રીના 10 સુધી દોડશે.જેની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ ટેસ્ટ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવશે.
આ પણ વાંચો PM Man ki Baat : મન કી બાતમાં PMનું સંબોધન - વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે હોળી મનાવવા અપીલ
વૈશ્વિક નાણાંકીય અને આઈટી સેવાનું હબ: ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીએ ઉભરતું વૈશ્વિક નાણાંકીય અને આઈટી સેવાનું હબ છે. જે ભારતમાં તેવા પ્રકારની સિટી સૌપ્રથમ છે. જે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક બિઝનેસ ડિસ્ટ્રિકટ્સની સમકક્ષ અથવા તેનાથી ઉપર માટે રચાયેલ છે. ગિફ્ટ સિટીને ઉદ્યોગસાહસિકોની પસંદગી બની શકે છે.જેથી એવું કહી શકાય કે વૈશ્વિક નાણાંકીય અને આઈટી સેવાનું હબ ગિફ્ટ સિટી છે.
વિદેશી યુનિવર્સિટી બનશે: એક જાણકારી અનૂસાર IFSCA દ્વારા અરજી મંજૂર કરવામાં આવશે. તો ભારતમાં અને તે પણ ગુજરાતના અમદાવાદ-ગાંધીનગરમાં તેનું કેમ્પ્સ સ્થાપનારી પ્રથ ડીકિન પ્રથમ વિદેશી યુનિવર્સિટી બની જશે. જેના કારણે ગુજરાતના અનેક વિધાથીઓને તેનો ફાયદો થશે. ગુજરાતના વિધાથીઓને વિદેશી શિક્ષણ મળશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે. આ સમયે તેઓ સત્તાવાર જાહેરાત કરી શકે છે.
IFSCAએ જૂન 2022માં જાહેરાત: IFSCA એ જૂન 2022માં જાહેરાત કરી હતી કે ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સિટીઓ અથવા વિદેશી સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પ્સ અને ઓફશોર એજ્યુકેશન સેન્ટરની સ્થાપના માટે એક નિયમનકારી માળખુ વિકસાવવાના પ્રયાસમાં છે. વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પર આધારિત નિયમોનો મુદ્દો તૈયાર કરાયો છે. તે સુચિત ડ્રાફ્ટ અંગે સુચનો અને ટિપ્પણીઓ મંગાવી છે. ત્યાર પછી જ વિદેશી યુનિવર્સિટીઓ અને વિદેશી સંસ્થાઓએ રસ દાખવવાનું શરૂ કરી દીધું છે.
ડીકિને યુનિવર્સિટી: ડીકિન યુનિવર્સિટી QS World યુનિવર્સિટી રેન્કિંગમાં 266માં ક્રમે છે. તે ટોચની 50 યુવા યુનિવર્સિટીમાં પણ છે. ઓસ્ટ્રેલિયામાં તેના ચાર કેમ્પસ છે અને ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તેઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ કરવા જાય છે. ડેકિન યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં આવેલી જાહેર યુનિવર્સિટી છે.1974 માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું નામ ઑસ્ટ્રેલિયાના બીજા વડા પ્રધાન આલ્ફ્રેડ ડીકિન પછી રાખવામાં આવ્યું હતું.
સૌથી પહેલી અરજી આવી: IFSCAના સુત્રોના કહેવા પ્રમાણે ઘણી વિદેશી યુનિવર્સિટીઓએ ગિફ્ટ સિટીમાં તેમના સ્વતંત્ર કેમ્પ્સની સ્થાપના કરવામાં રસ દાખવ્યો છે. પરંતુ ડીકિન યુનિવર્સિટીએ અરજી આપી છે અને સત્તાવાર રીતે અરજી આપનાર અત્યાર સુધીની પ્રથમ અને એકમાત્ર શૈક્ષણિક સંસ્થા છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમને તાજેતરના છેલ્લા બજેટના પ્રવચનમાં જાહેરાત કરી હતી કે વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. તેમને પહેલા ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવશે.