ETV Bharat / state

વડાપ્રધાને અમદાવાદના શહેરીજનોને આપી નવરાત્રીની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના(modi visit in gujarat) પ્રવાસે છે ત્યારે આજે બીજા દિવસ અમદાવાદમાં પ્રથમ સ્વદેશી ટ્રેન વંદે ભારત મેટ્રો ટ્રેનને(Vande Bharat Express ) લીલીઝંડી આપી હતી.

વડાપ્રધાને અમદાવાદના શહેરીજનોને આપી નવરાત્રીની ભેટ
વડાપ્રધાને અમદાવાદના શહેરીજનોને આપી નવરાત્રીની ભેટ
author img

By

Published : Oct 1, 2022, 2:56 PM IST

અમદાવાદ વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections 2022) ગણતરી દિવસો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે(modi visit in gujarat ) આવીને વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ કરી રહ્યા છે.આજરોજ અમદાવાદ ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદ ખાતે ગાંધીનગર મુંબઈ વંદે ભારત ટ્રેન અને અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનની લીલી ચંડી આપી હતી આ કાર્યક્રમમાં રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવ, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

હું આ જ સભામાં 20 મિનિટ વહેલો પહોંચ્યો નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા કહ્યું હતું કે આ 21 સદીમાં ભારત માટે અર્બન કનેક્ટિવિટી, આત્મનિર્ભર ભારત(Atmanirbhar Bharat Abhiyaan) માટે ખૂબ જ મોટો દિવસ છે. આજ ભારતની ત્રીજી વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે શરૂઆત થઈ છે. આપણે વિમાનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે જે અવાજ આવે છે તેનાથી 100 ગણો ઓછો અવાજ વંદે ભારતમાં (Vande Bharat Express )જોવા મળ્યો હતો. આજે ગાંધીનગરથી થલતેજ આવતા જે સમય જાય છે.તેનાથી ખૂબ જ ઓછો સમય ગયો હતો. મારા કાર્યક્રમ સમય મુજબ હું આ જ સભામાં 20 મિનિટ વહેલો પહોંચ્યો છું.

વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળશે વંદે ભારત ટ્રેન અને મેટ્રોની (Ahmedabad Metro Rail Project )શરૂઆત થતા જ અમદાવાદથી સુરત વડોદરા અને મુંબઈ જેવા શહેરોને નવી ગતિ મળશે જેથી વેપાર ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે તેવી જ રીતે દેશના અન્ય શહેરો પણ આધુનિક બનવા જોઈએ આગામી એક વર્ષમાં દેશના વધુ 75 સ્વદેશી વંદે ભારત ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

અમદાવાદ રેલવે સ્ટેશન આધુનિક બનશે વડાપ્રધાને દેશના ત્રણ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાનું નિર્ણય કર્યો છે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા 10000 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોને સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં તૈયાર થયેલું રેલ્વે સ્ટેશન દુનિયાના સૌથી સારા એરપોર્ટની સરખામણીમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનની સરખામણી થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના શહેરના રેલવે સ્ટેશનને પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે.

બાળકોને મેટ્રો સ્ટેશન બતાવવા જરૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12 ધોરણના બાળકોને મેટ્રો સ્ટેશનમાં માત્ર મુસાફરી માટે જ નહીં પણ બાળકોને મેટ્રો સ્ટેશન કેવી રીતે બન્યું, કઈ ટેકનોલોજી ઉઓયોગ કરવામાં આવ્યો છે, કેવા પ્રોજેકટ પર કામ કરવામાં આવ્યું છે.તેની માહિતી મેટ્રો વિભાગ પાસે મેળવે તે જરૂરી છે.જેથી બાળકને પણ ખ્યાલ આવે કે મેટ્રો કેવી રીતે બની છે.

ટ્વીન સીટી તરીકે ઓળખાશે વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પહેલા વિદેશમાં જ ટ્વીન સીટી તરીકે ઓળખાતા હતા. પણ હવે અમદાવાદ , ગાંધીનગર ટ્વીન સીટી તરીકે ઓળખ ઉભી કરી છે.આગામી સમયમાં મહેસાણા- કડી, આણંદ-નદીઆદ, સુરત-અંકલેશ્વર જેવા શહેરો પણ ટ્વીન સીટી તરીકે ઓળખ ઉભી કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.