ETV Bharat / state

એક ગર્ભવતીને હોસ્પિટલની બહાર કાઢી મૂકી, પીડામાં બહાર જ ડિલિવરી થઈ ગઈ : અરજદાર - Primary Right of a Pregnant Woman

ગર્ભવતી મહિલાઓ અને એમના ગર્ભમાં રહેલા શિશુના (Issue of Right Treatment of Newborns) હકનો મુદ્દો ઉઠાવતી અરજી હાઇકોર્ટમાં થઈ છે. જો ગર્ભવતી મહિલા કે તેના બાળકનો જીવ જોખમમાં મૂકાય તો સ્વાર્થી ડોકટર સામે કાર્યવાહી થવી જોઈએ તેવી અરજદારે હાઈકોર્ટ સમક્ષ માગણી કરી છે.

એક ગર્ભવતીને હોસ્પિટલની બહાર કાઢી મૂકી, પીડામાં બહાર જ ડિલિવરી થઈ ગઈ : અરજદાર

author img

By

Published : Mar 15, 2022, 9:53 AM IST

Updated : Mar 15, 2022, 11:25 AM IST

અમદાવાદ : ગર્ભવતી મહિલાઓ અને એમના ગર્ભમાં રહેલા શિશુના હક્કોનો મુદ્દો (Issue of the Rights of Pregnant Women) ઉઠાવતી અરજી હાઇકોર્ટમાં થઈ છે. અરજીના પગલે હાઇકોર્ટે રાજ્ય સરકાર મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત એલ.જી. હોસ્પિટલ તેમજ આનંદની મીરાણી હોસ્પિટલને નોટિસ ઇશ્યુ કરી છે. હાઇકોર્ટમાં થયેલી અરજીમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ ટાંકી અને ગર્ભવતી મહિલાઓ તેમજ ગર્ભસ્થ શિશુના હકકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

સગર્ભા અને નવજાત શિશુ સારવાર હકના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં PIL

"એક સગર્ભાને હોસ્પિટલની બહાર કાઢી મૂકી" - અરજદારની હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે, એક કિસ્સામાં આણંદની મીરાણી હોસ્પિટલમાં (Mirani Hospital, Anand) ડોક્ટરે અમાનવીય વ્યવહાર કરી અને એક સગર્ભાને હોસ્પિટલની બહાર કાઢી મૂકી. અને સ્ટાફે દરવાજા બંધ કરી દીધા હતા. પ્રસૂતિની પીડામાં પીડાતી મહિલાની હોસ્પિટલની બહાર જ ડિલિવરી થઈ ગઈ હતી. અને આખી રાત તાજા જન્મેલા બાળક અને મહિલાએ શિયાળાની કાતિલ ઠંડીમાં કોઈપણ જાતની તબીબી સહાય વગર રહેવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : Misdemeanor case in Ahmedabad: પ્રેમિકા ગર્ભવતી થતા પ્રેમી થયો ફરાર, લગ્નની લાલચ આપી કર્યો હતો કરાર

"બાળકને સારવાર ન મળતાં તેનું મોત" - જ્યારે બીજા કિસ્સામાં અમદાવાદની એલ.જી. હોસ્પિટલના દરવાજે જ મહિલાની ડિલિવરી થઈ ગઈ હતી. અને ડિલિવરી બાદ બાળકને સારવાર ન મળતાં તેનું મોત નીપજ્યું હતું. આટલું જ નહિ, આ કિસ્સાઓ ટાંકીને આ અરજીમાં મુદ્દો ઉઠાવાયો છે કે ગર્ભસ્થ શિશુને પણ જીવવાનો મૌલિક અધિકાર છે. અને જ્યારે પ્રેગ્નન્સીથી જેવા કિસ્સાઓ હોય ત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા ગર્ભવતી મહિલા (Primary Right of a Pregnant Woman) અને તેના બાળકના જીવનને બચાવવાની હોવી જોઈએ.

આ પણ વાંચો : સુરતમાં 11 વર્ષીય વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

અરજદારે હાઈકોર્ટ સમક્ષ માગણી કરી - બેદરકાર સ્ટાફ કે સ્વાર્થી ડોકટરના કારણે જો ગર્ભવતી મહિલા કે તેના બાળકનો (Issue of Right Treatment of Newborns) જીવ જોખમમાં મુકાય તો તેના માટે કડક કાર્યવાહી થવી જોઈએ. અને એના માટે નિયમો પણ બનવા જોઈએ. એવી અરજદારે હાઈકોર્ટ સમક્ષ માગણી કરી છે. અરજદારની અરજીના પગલે હાઇકોર્ટ તમામ પક્ષકારો પાસે એપ્રિલ મહિના સુધીમાં જવાબ માંગ્યો છે.

Last Updated : Mar 15, 2022, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.