અમદાવાદ રાજ્યમાં રહેલી મટનની દુકાન પર ગેરકાયદેસર રીતે મરઘાં મરઘીના વેચાણ અને તેમના કતલને રોકવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી (PIL Gujarat High Court Bird Killing case) કરવામાં આવી હતી. આ અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે, પક્ષીઓને કતલખાના (PIL in HC on illegal transport of birds) કે મટન શોપ લઈ જઈ શકાય નહીં. કાયદા મુજબ મરઘાં ઉપર પ્રાણીઓની કેટેગરીમાં (Bird Smugglings Case Gujarat high court) આવે છે. તેથી એમને પણ મૂર્છિત અવસ્થામાં કતલખાને લાવવા જોઈએ. સરકારનું તેના પર કોઈ જ નિયંત્રણ નથી તેથી તેની સામે યોગ્ય પગલા લેવામાં આવે.
અરજદારે કરી માગ અરજદારની માગ છે કે, સંબંધિત ઑથોરિટી આ પ્રકારની મટન, પોલ્ટ્રી અને ચિકનની દુકાનોની ગતિવિધિ પર નિયમિત રીતે નજર રાખે અને તેના પરિસરમાં એક પણ મરઘાં કે મરઘીની કતલ કરાય નહીં. તેમ જ ફૂડ સેફ્ટિ એન્ડ સ્ટાન્ડર્ડ ઓફિસર્સ, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓ તેમ જ ગુજરાત સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીના સભ્ય (Gujarat State Slaughter House Committee) સામે ડિસિપ્લિનરી કાર્યવાહી કરો.
HCએ અરજદારને કર્યા સવાલ અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, પોલટ્રી ફાર્મમાંથી મરઘાને જીવતા કતલખાનામાં (illegal transport of birds to slaughterhouses) લાવવામાં આવે છે. કાયદા મુજબ તેમને મૂર્છિત અવસ્થામાં લાવીને કતલ કરવી જોઈએ, પરંતુ મરઘાઓને જીવતા જ કાપવામાં આવે છે ત્યારે સામે હાઈકોર્ટે અરજદારને પુછેલું કે, ચિકન સારું કે ખરાબ એ કેવી રીતે કહી શકાય? ચિકનને મટનની દુકાન પર કતલ કરાય નહીં. તેવી તમારી રજૂઆત વધારે પડતી લાગે છે. સામાન્ય રીતે ગ્રાહકો દુકાન પર જઈને કહેતા હોય છે કે, તાજુ ચિકન આપો. ચિકન એ મટન નથી. ભવિષ્યમાં તમે માછલીને પણ કતલખાને મોકલવાનું કહેશો. તમે પામ્ફલેટ (પાપલેટ) માછલી અંગે સાંભળ્યુ છે ખરું? માછલી હંમેશા તાજી જ ખરીદાય છે. આ સમયે, અરજદારે કહેલું કે, તે શાકાહારી છે. તેથી ખબર નથી. ત્યારે હાઈકોર્ટે પણ કહેલુ કે, તે પણ શાકાહારી જ છે.
અરજદારની રજૂઆત હાઈકોર્ટે અરજદારને સવાલ કરેલો કે, શું મરઘી એ પ્રાણીની વ્યાખ્યામાં આવે ખરી? ત્યારે અરજદારની રજૂઆત હતી કે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960ની સેક્શન 2(એ)માં રેગ્યુલેશન 2011ના ધારાધોરણમાં આવતી નથી તેની નોંધણી કરો નહીં, માન્ય કતલખાના (illegal transport of birds to slaughterhouses) સિવાય બીજી કોઈને પોલ્ટ્રીના માંસને વેચવાની મંજૂરી આપો નહીં. અરજદારની રજૂઆત હતી કે અમદાવાદ સહિત રાજ્યના એનિમલ અંગે સ્પષ્ટતા કરાઈ છે.
આ પણ વાંચો પૂર્વ પ્રધાન જસા બારડ પર ગેરકાયદેસર બાંધકામ કર્યાનો આક્ષેપ, HCએ કરી લાલ આંખ
વિવિધ જોગવાઈઓનો ભંગ અન્ય શહેરોમાં ચાલતી આ પ્રકારની દુકાનો પર પ્રિવેન્શન ઓફ કુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960 (Prevention of Cruelty to Animals Act 1960) અને પ્રિવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ટૂ એનિમલ્સ (સ્લોટર હાઉસ) રૂલ્સ 2001ની જોગવાઈઓનો ભંગ કરીને આવા પ્રાણીઓને ગેરકાયદેસર રીતે કતલ કરાય છે. કાયદેસર રીતે માન્ય કતલખાના (illegal transport of birds to slaughterhouses) સિવાય આવા પ્રાણી કે મરઘાઓને કતલ કરી શકાય નહીં. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર, વિવિધ કોર્પોરેશન સહિતના પક્ષકારોને એનિમલ હસબન્ડરીના ડિરેક્ટર નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.