અમદાવાદ : ગુજરાતમાં મોંઘવારીના ચારેબાજુ હુમલા વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 96.63 રૂપિયા અને ડીઝલના ભાવ 92.38 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.31 અને ડીઝલ પ્રતિલિટર 92.07 રૂપિયા છે. આજે અમદાવાદમાં સૌથી મોંઘુ ડીઝલ પેટ્રોલ વેચાઈ રહ્યું છે. (Petrol Diesel Price in Gujarat)
તમારા શહેરમાં શું ભાવ રાજ્યનું પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.63 અને ડીઝલ પ્રતિલિટર 92.38 રૂપિયા છે. સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.31 અને ડીઝલ પ્રતિલિટર 92.07 રૂપિયા છે. વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.04 અને ડીઝલ પ્રતિલિટર 91.78 રૂપિયા છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.19 અને ડીઝલ પ્રતિલિટર 91.95 પ્રતિ લિટર છે અને અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.42 અને ડીઝલ પ્રતિલિટર 92.17 રૂપિયા છે. (petrol diesel price news)
જાણો તેલના ભાવ કેવી રીતે નક્કી થાય છે? ભારતમાં તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી વિનિમય દરોના આધારે નક્કી કરવામાં આવે છે. આના આધારે તેઓ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કાચા તેલની કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ સવારે અલગ-અલગ શહેરોમાં તેલની કિંમતો અપડેટ કરે છે, ત્યારબાદ જ તેલના ભાવમાં વધારો અને ઘટાડો જાણી શકાય છે. (What is Rate Diesel in Gujarat)
વિવિધ રાજ્યમાં ટેક્ષ ગુજરાતમાં રૂ 45 કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ પેટે જાય છે. ત્યારબાદ આ ટેક્સની ટોચ પર સેસ લાદવામાં આવે છે. જ્યારે જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તો આ ટેક્સ ભારણ રૂ. 50ને પાર થયેલ છે. રાજ્યોમાં મેઘાલયમાં 42.50 ટકા અને સર્વાધિક આંધ્રપ્રદેશમાં 100એ રૂ 52.50 છે. જી.એસ.ટી.નો મહત્તમ દર 28 ટકા લેખે પેટ્રોલ-ડીઝલ પર એક જ ટેક્સ વસુલાય તો પેટ્રોલ ડીઝલ સસ્તુ થઈ શકે છે. જો કે તેમ કરવાથી સરકારની આવકમાં મોટો ઘટાડો થાય તેમ છે. (Petrol Diesel Price on 21 november)