અમદાવાદઃ ત્યારે સમગ્ર મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપથી ખુદ ભગવાન છેતરાયા, 143 વર્ષની ઐતિહાસિક પરંપરા તુટ્યાનુ સૌને અત્યંત દુઃખ છે પરંતુ, છેલ્લા 25 વર્ષથી ખાલી ભાષણો થકી જ ભોળી પ્રજાને છેતરનારી ભાજપ સરકારે, હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા અંગે ખુદ “‘ભગવાન જગન્નાથ”ને છેતરવાનુ કામ શું કામે અને કોના ઈશારે કર્યું કામ કરી રહી છે.
- જો કે વિપક્ષ નેતાએ બે અલગ અલગ ટ્વીટ કરી જણાવ્યું કે
""ભાજપથી છેતરાયા, ખુદ ભગવાન
" ૧૪૩ વર્ષની ઐતિહાસિક પરંપરા તુટ્યાનુ
સૌને અત્યંત દુઃખ છે પરંતુ,
છેલ્લા 25 વર્ષથી ખાલી ભાષણો થકી જ
ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે,
હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા
અંગે ખુદ "'ભગવાન જગન્નાથ"ને છેતરવાનુ
કામ શું કામે અને કોના ઈશારે કર્યું હશે.?
- જ્યારે અન્ય ટ્વીટમાં જણાવ્યું કે,
""નકલી હિન્દુત્વનો, ચિરાયો નકાબ""
જો રાજ્યસભાની ચૂંટણી માટે માન.ભુપેન્દ્રસિંહનું
સભ્યપદ બચાવી શકાય.,
સુતેલી સરકારનાં કાન આમળનારા બે જજ
સાહેબોની રાતો રાત બદલી કરી શકાય.,
તો પછી 143 વર્ષ જૂની ઐતિહાસિક પરંપરાને
આગળ ધપાવવામાં સરકાર કેમ ઊણી ઉતરી.?