અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ કોરોનાના લીધે ગુજરાત અને દેશનું વુહાન સીટી બન્યું છે. જેમાં મહત્વના વિસ્તારો જેવા કે પૂર્વ વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ પ્રમાણમાં છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદને લોકડાઉન સાથે શટડાઉન કરી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા શટડાઉનનું વધુ અમલ કરવામાં આવે તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પૂર્વ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી.
અમદાવાદના સેક્ટર-2 વિસ્તાર ખાતે શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા સહિત કુલ 100 જેટલી પોલીસના કાફલાએ પૂર્વ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ફ્લેગમાર્ચ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા સાથે સેક્ટર-2 જોઇન્ટ પોલીસ કમિશ્નર તથા સેક્ટરના DCP પણ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા.
આ ઉપરાંત લોકડાઉન દરમિયાન અમદાવાદમાં કરવામાં આવ્યું છે, ત્યારે શટડાઉન વધુ પાલન થાય તે માટે BSF અને પેરા મિલેટ્રીની ટીમ પણ રિપ્લાય કરવામાં આવી છે, ત્યારે પેરા મિલેટ્રીની ટુકડીઓ દ્વારા પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આમ શટડાઉનના પ્રથમ દિવસે અમદાવાદ પોલીસ કમિશ્નરે સમગ્ર અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.