અમદાવાદવાસીઓ હાલ કાંકરિયા કાર્નિવલની મજા માણી રહ્યાં છે. ત્યાં લોકો માટે વિવિધ રાઈડ્સ અને LED લાઈટ સહિત અનેક સુવિધા કરવામાં આવી છે. તેમજ ‘સ્વામી રે માડી તેરી ચુનર’ અને ‘લાલ ઇશ્ક બની થનગાટ કરે’ વગેરે જેવા વગાડવામાં આવે છે. જે લોકોને ગરબા ગાવા માટે મજબૂર કરે છે.
આ કર્નિવલના કારણે અમદાવાદ મોજમાં ડૂબેલું જોવા મળે છે. ત્યારે આ આનંદમાં અને 31ની ઉજવણીના હરખમાં વધારો કરવા કાર્નિવલના છ્ઠ્ઠા દિવસે ઓસમાન મીર ખાસ હાજર રહ્યાં હતા. જેમણે પોતાની ગીતોની રમઝટથી અમદાવાદને પોતાની ડોલાવ્યું હતું.
ઓસમાન મીરે Etv bharat સાથેની ખાસ વાતચીતમાં આવનાર પ્રોજક્ટ વિશે જણાવ્યું હતું. તેમજ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.