અમદાવાદઃ 2જી ઓક્ટોબર ગાંધીજયંતી નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન અને NITA નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશનનું લોન્ચિંગ કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાષ્ટ્રીય સ્વછતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ કાર્યક્રમ અને જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાકેશ શાહ, ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર બીજલ પટેલ, ઘેટાં ઉન વિકાસ બોર્ડના ચેરમેન ભવાન ભરવાડ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને બીજા હોદ્દેદારો સહિત કલેક્ટર અને DDO સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 835 આંગણવાડીના નવનિર્મિત ભવનો ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંગણવાડી માટેની એપ્લિકેશન NITA નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રધાન ગણપત વસાવાએ પણ ઓનલાઇન વક્તવ્ય આપ્યું હતું અને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમજ દરેક જિલ્લા કક્ષાએ પણ આવા કાર્યક્રમોનું આયોજન થયું છે અને જેમાં સુરતના શક્તિ ફાઉન્ડેશન દ્વારા દરેક જિલ્લામાં મહિલાઓને કીટ આપવામાં આવી હતી.