વાર્ષિક ફેશન-શૉમાં કુલ 16 થીમ અને 6 શ્રેણીઓમાં ડિઝાઈનર કલેક્શન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પરંપરાગત પોશાક, પશ્ચિમી પરંપરાગત વસ્ત્રો, વેરેબલ કલેક્શન, પાર્ટી કલેક્શન, આર્ટ કલેક્શન, કિડ્સ કલેક્શન, રુહબાબ, સમર રેવેરી, ફેબ્યુલસ, ફૂલકારી જેવી ભારતીય પરંપરાગત થીમ્સમાં લહેંગા ચોળી, સાડીઓ, પેન્ટ સાડી, ડ્રેપ સ્કર્ટ વગેરે જેવા કપડાંઓ સહીત મોડેલોને શણગારવામાં આવી હતી. આ કલેક્શનમાં અલગ અલગ થીમ્સ રજુ કરવામાં આવી જેવી કે, ગોથિક કથાઓ, ગેલેક્સી ગ્રાન્ડર, લવંડર ડ્રિમ્સ, બેયોન્ડ સી વગેરે.
વધુમાં આટલું જ નહિ, પણ કાપડ વેસ્ટ ન જાય તે માટે દરજી પાસેથી વધેલા કાપડમાં ફેબ્રિકની મદદથી પણ રાઈસિંગસૂર્ય દ્વારા પ્રેરિત કલેક્શન બનાવામાં આવ્યું હતું.