ETV Bharat / state

Organ Donation: બે દિવસમાં થયેલ ત્રણ અંગદાનમાં મળેલા 7 અંગોથી પીડીતોનું જીવન બદલાયું - Organ donation in Gujarat

અમદાવાદમાં બે દિવસમાં થયેલ ત્રણ અંગદાન (Organ Donation)દ્વારા સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં 15 મહિનામાં 45 અંગે દાતાઓ દ્વારા અંગદાનમાં મળેલા 136 અંગો થકી 120 પીડીત દર્દીઓનું જીવન બદલાયું છે. આ ત્રણ અંગદાનમાં( Organ donation of three patients) આદિજાતિના 19 વર્ષીય બ્રેઇનડેડ ઉર્મિલાબેન વસાવાના પરિવારજનોએ કરેલો અંગદાનનો નિર્ણય રાજ્યના અનેક વનબંધુ માટે પ્રેરણારૂપ બન્યું છે.

Organ Donation: બે દિવસમાં થયેલ ત્રણ અંગદાનમાં મળેલા 7 અંગોથી પીડીતોનું જીવન બદલાયું

author img

By

Published : Mar 24, 2022, 7:20 PM IST

Updated : Mar 24, 2022, 9:12 PM IST

અમદાવાદ: શહેરના સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ત્રણ અંગદાન (Organ Donation)થયા છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના( Organ donation of three patients)અંગદાનમાં મળેલા 7 અંગોથી જરૂરિયાતમંદ દર્દીઓની વર્ષોની પીડાનો અંત આવ્યો છે. આ ત્રણ અંગદાનમાં આદિજાતિના 19 વર્ષીય બ્રેઇનડેડ ઉર્મિલાબેન વસાવાના પરિવારજનોએ કરેલો અંગદાનનો નિર્ણય રાજ્યના અનેક વનબંધુ માટે પ્રેરણારૂપ બન્યું છે.

બે દિવસમાં ત્રણ અંગદાન
બે દિવસમાં ત્રણ અંગદાન

સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ત્રણ અંગદાન - અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના અસલાલીમાં રહેતા ઉર્મિલાબેનનું 20 મી માર્ચે માર્ગ અકસ્માત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર (Ahmedabad Civil Hospital)અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર દરમિયાન જીંદગી અને મોતની વચ્ચે ઝઝૂમ્યા બાદ તેઓ બ્રેઇનડેડ થયા. ઉર્મિલાબહેનના પરિવારજનોને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અંગદાન(Organ donation in Gujarat) માટેની પ્રેરણા અપાતા અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કર્યો. ઉર્મિલાબેનના અંગદાનમાં બે કિડની અને એક લીવર મળ્યું જે કિડની હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા જેના થકી તેમનું જીવન બદલાયું છે.

બે દિવસમાં ત્રણ અંગદાન
બે દિવસમાં ત્રણ અંગદાન

એક લીવરનું દાન મળ્યું - એવા જ એક અન્ય અંગદાતા મહેન્દ્રભાઇ વાધેલાને પણ 20 મી માર્ચે માથાના ભાગમાં ગંભીર ઇજા થતા ગઇ કાલે બ્રેઇનડેડ થયા હતા.પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. ત્રીજા અંગદાતા 52 વર્ષીય માયારામભાઈ કોરી પણ બ્રેઇનડેડ થતા 19 મી માર્ચે તેમના પરિવારજનો દ્વારા અંગદાન માટેની તૈયારી દર્શાવાતા એક લીવરનું દાન મળ્યું હતુ.

આ પણ વાંચોઃ Organ donation: અમદાવાદમાં અંગદાનથી 6 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓનો રંગ

અમદાવાદ સિવિલની માનવતાની મહેક - અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે, છેલ્લા બે દિવસમાં થયેલ ત્રણ અંગદાન દ્વારા સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં 15 મહિનામાં 45 અંગે દાતાઓ દ્વારા અંગદાનમાં મળેલા 136 અંગો થકી 120 પીડીત દર્દીઓનું જીવન બદલાયું છે. છેલ્લા ત્રણ અંગદાનમાં આદિજાતિ સમુદાયના મહિલા દ્વારા કરવામાં આવેલું અંગદાન દર્શાવે છે કે અમદાવાદ સિવિલની માનવતાની મહેક વનબંધુઓ સહિત રાજ્યના દરેક વર્ગ સુધી પહોંચી છે. આદિજાતિ સમુદાયની દીકરી દ્વારા કરવામાં આવેલું અંગદાન રાજ્યના ઘણા વનબંધુ માટે પ્રેરણારૂપ બની રહેશે તેમ સિવિલ સુપ્રીટેન્ડન્ટે ઉમેર્યુ હતુ.

આ પણ વાંચોઃ Organ Donation Surat: ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

Last Updated : Mar 24, 2022, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.