મેયર બીજલ પટેલ ઘટનાની જાણ થતાં એલ.જી.હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે જ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ સરકાર તરફથી ઘાયલ થયેલા લોકોને મળવા આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાં તંત્ર તરત દોડતું થયું હતું. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટના કઈ રીતે બની કોની બેદરકારી છે. તેની તપાસ થાય તે માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.વિપક્ષ માત્ર આક્ષેપો જ કરે છે. તેવુ મેયર બીજલ પટેલે જણાવ્યું હતું.
આ અંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મામલે તંત્ર સતત કાર્યશીલ છે.ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.રાજ્યના મુખ્યપ્રધાન પણ સતત પોલીસ અને મહાનગરપાલિકાના સંપર્કમાં છે.આ ઘટના અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.રાઈડની પરવાનગી,લાયસન્સ,મેન્ટનેન્સ વગેરે તપાસવામાં આવશે. FSLની ટીમ પણ તપાસ કરી રહી છે.