- 4200માંથી 4400ગ્રેડ પે કરવાની માગણી
- 2008થી કરવામાં આવી છે ભરતી પરંતુ ગ્રેડ પેમાં નથી કરાયો વધારો
- માગણી નહીં સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
અમદાવાદઃ બાળકોના ઘડતર માટે શિક્ષણએ ખૂબ જ મહત્વનો પાયો છે અને શિક્ષકોના હક માટે એચ.ટાટ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેમનું ગ્રેડ પે વધારવાની માંગણી સાથે હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. h-tat આચાર્યો પ્રદર્શન કરે તે પહેલાં જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
આચાર્યોમાં રોષની લાગણી
હજારો આચાર્ય દ્વારા પડતર માગણીઓ પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારને અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારનો મીરા ખત્રી આવતા આચાર્ય દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત આંદોલન કરવામાં આવ્યું છે. શહેરના ગાંધી આશ્રમ ખાતે આચાર્ય દ્વારા રેલી યોજી આંદોલન કરવામાં આવી રહ્યું છે પરંતુ તંત્ર કે, સરકારના પેટનું પાણી નથી હલતું કોઈપણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું, તેને લઈને આચાર્યોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે.
આચાર્ય કરી રહ્યા છે આંદોલન
જોકે 2012માં એસ્કેલેટર લાગુ કરાઇ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો નિયમો બન્યા હોવાના કારણે આચાર્ય દ્વારા સરકાર સામે આંદોલન કર્યા છે. નિયમોના અભાવે h-tat આચાર્યો કરતા શિક્ષકોને વધારે પગાર મળતો હોવાનું પણ આચાર્યો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે તેમને તાત્કાલિક બઢતી અને ઉચ્ચ્તર પગાર ધોરણ માટે ના નિયમો બનાવવામાં આવે તે માટેની માગણી પણ આચાર્યો કરી રહ્યા છે.
એચ.ટાટના આચાર્ય માંગવાની માંગણી
ઓવર રેટના પરિપત્ર પણ રદ કરવા અને ધોરણ 1 થી 8 માં 800 વિદ્યાર્થીઓ પ્રત્યે એક આચાર્યના બદલે વિદ્યાર્થીઓ પ્રત્યેક એચ.ટાટ ના આચાર્ય માંગવાની માંગણી પણ આચાર્ય દ્વારા કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર દ્વારા ક્યારે h-tat આચાર્યોની માગણી પૂરી કરવામાં આવે છે