અમદાવાદ: અષાઢીના બીજના રોજ અમદાવાદના જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેમાં લાખો લોકોએ ભગવાન જગન્નાથ દર્શન કર્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન AMC બેદરકારીના કારણે રૂટ પર જ એક જર્જરિત મકાન ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત અને 37 જેટલા લોકો ઘાયલ થયા હતા. જેને લઈને કૉંગ્રેસ સતા પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
મૃતકને 25 લાખ આપવાની માંગ: વિપક્ષ નેતા શહેઝાદ ખાન જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં દર વર્ષે રથયાત્રા દરમ્યાન નિશ્ચિત રૂટ પર ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. તે રથયાત્રા અગાઉ તે રૂટમાં આવતાં વિવિધ રસ્તા પર ભયજનક મકાનો હોય તેનો સર્વે કરવામાં આવે છે. તે મકાનોને તાત્કાલીક ઉતારી લેવા નોટિસ આપવામાં આવે છે. તેમજ રથયાત્રા અગાઉ તે મકાનો ઉતારી લીધાં છે કે નહી તે જોવાની જવાબદારી એસ્ટેટ ખાતાની હોય છે. પરંતુ તંત્રનું એસ્ટેટ ખાતું માત્ર નોટિસ આપી બેફિકર બની જાય છે. જેથી ગઇ કાલે રથયાત્રા દરમ્યાન દરિયાપુર વિસ્તારમાં એક મકાનની છત તુટતાં નીચે ઉભેલાં અનેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનવા પામેલ અને એક નવયુવાન યુવકનું મૃત્યુ થવાની દુ:ધટના બનવા પામેલ છે.
'આ બાબતે એસ્ટેટ ખાતા દ્વારા થયેલ બેદરકારીને કારણે આ દુ;ધટના બનવા પામી છે. 1 વ્યકિતનું મૃત્યુ તેમજ 37 જેટલા વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે આ મકાન અગાઉ પણ ભયગ્રસ્ત હતું. એસ્ટેટ ખાતા દ્વારા તે મકાનની નીચે ભીડ ના થાય કે લોકો તે મકાનમાં રથયાત્રા દરમ્યાન ઉપર ના ચડે જેવી વિવિધ બાબતોએ કોર્પોરેશન દ્વારા બેદરકારી દાખવામાં આવી હતી. જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.' -શહેઝાદ ખાન, વિપક્ષ નેતા
આ માત્ર નાનો બનાવ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કિરીટ પરમારે જણાવ્યું હતું કે મકાનમાં કેપેસિટીથી પણ વધારે માણસો તે મકાનમાં ગયા હતા. જેના કારણે આ ઘટના બની હતી પરંતુ ભગવાન જગન્નાથની રથયાત્રામાં આટલી મોટી સંખ્યામાં લોકો હોય ત્યારે આવી ઘટના બને નાનો બનાવ કહી શકાય છે.પરંતુ મેયર 1 વ્યક્તિનું મોત અને 37 જેટલા લોકો ઘાયલ થયા છે. તેને માત્ર નાનો બનાવ જ કહી રહ્યા છે.
આંકડાની માયાજાળ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી હતી કારણ કે મકાનની સ્લેબ ધારાશાહી થઈ હતી તે મકાન પર કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની નોટીસ જોવા મળી ન હતી. તેથી સાબિત થાય છે. કે આવા અનેક મકાનો હશે કે જ્યાં કોર્પોરેશન એ નોટિસ લગાવી હશે નહીં. આ માત્ર આંકડાકીય માયાજાળ એક આગળ ઉપર જ હતી. કોર્પોરેશન આપેલા એન એક મોટા દવા કર્યા હતા કે કાગળ નીકળી જવાને કારણે તે નોટિસ દેખાતી ન હતી. પરંતુ આ વખતે એલ્યુમિનિયમની પ્લેટ લગાવવામાં આવી છે. તો મકાન પર કોઈ પણ પ્રકારની નોટિસ જોવા મળી ન હતી. પરંતુ પોતાનો બચાવ કરવા માટે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ મકાન ધારાશાહી થતા અચાનક પ્લેટ લગાવી દીધી હતી.
કોટ વિસ્તારમાં 287 જર્જરિત મકાન: રથયાત્રા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂટ પર આવતા તમામ જર્જરિત મકાનો નોટિસ પાઠવી હોવાના દવા કર્યા હતા.જેમાં ખાડીયામાં 180, જમાલપુર 10, શાહીબાગ 09, શાહપુર 04, દરિયાપુરમાં 84 જેટલા જર્જરિત મકાનને નોટિસ પાઠવવામાં આવે છે.તેવા દવા કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વખતે રથયાત્રા પહેલા જ મકાનનું સર્વે કરવામાં આવે છે ગત વર્ષે પણ મકાનની છત ધારાશાહી થવાની ઘટના બની હતી. આ વખતે પણ મકાનનો સ્લેબ તૂટી પડતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે.