ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી VS હોસ્પિટલનું ખાનગીકરણ કરવા માટે એસ.વી.પી હોસ્પિટલ ખાતે દર્દીઓને શિફ્ટ કરવામાં આવે છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે VS હોસ્પિટલ ખાતે આકસ્મિક મુલાકાત લીધી હતી.
VS હોસ્પિટલમાં અગાઉ દર્દીઓને 10 રૂપિયામાં કેસ કાઢી આપવામાં આવતો હતો. તેના બદલે હવે કેસ કાઢવાના 300 રૂપિયા વસુલાય છે. તેમજ દર્દીને દાખલ કરવામાં આવે તો ઓછામાં ઓછા 10,000 રૂપિયા ભરવા માટે કહેવાય છે. ત્યારે એક સમયની VS હોસ્પિટલ જે દર્દીઓની સુખાકારી માટે કામ કરતી હતી. ત્યાં જ હવે ખાનગીકરણનો રંગ ચઢતા સામાન્ય લોકો માટે વધુ એક મુશ્કેલી સામે આવી છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.