અમદાવાદઃ સુદાનમાં સુદાનની સેનાના નેતા અબ્દેલ ફતાહ અલ-બુરહાન અને તેના નાયબ, અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ સોલ્જર્સ (આરએસએફ) કમાન્ડર મોહમ્મદ હમદાન ડાગ્લોને વફાદાર સૈનિકો સામસામા ઘર્ષણ થવાને કારણે યુદ્ધનો માહોલ ઊભો થયો છે. જેમાંથી હિંસાથી બચવા માટે અને ભારતીયોને મદદ કરવા માટે ભારત સરકારે ભારતીયોને વતન પાછા લાવવા ઑપરેશન કાવેરી શરૂ કર્યું છે. જેમાં ગુજરાતમાંથી સુદાન ગયેલા પરિવારોને ગુજરાત લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Operation Kaveri: ભારતીયોએ કેમ છોડવું પડ્યું સુદાન, જાણો કારણ
700થી વધારે ભારતીયોઃ સુદાનથી ભારતીયોને પરત લાવવા ઓપરેશન કાવેરી ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 798 ભારતીય નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વાયુસેનાનું લશ્કરી પરિવહન વિમાન ગુરુવારે 128 ભારતીયો સાથે જેદ્દાહ પહોંચ્યું હતું. તે જ સમયે, 360 નાગરિકો ગુરૂવારની રાત્રે કોમર્શિયલ ફ્લાઈટથી જેદ્દાહથી દેશની રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કર્યું કે, તમામ ભારતીય નાગરિકોનું દિલ્હી પરત ફરવા પર સ્વાગત કરવામાં આવ્યું છે.
શું બોલ્યા વિદેશપ્રધાનઃ વિદેશ પ્રધાને જણાવ્યું કે પ્રથમ ફ્લાઈટમાં 360 ભારતીય નાગરિકો ઘરે પરત ફર્યા છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સૌ પ્રથમ તેમને સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી, ત્યાંથી કેટલાક દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. અન્ય 56 ગુજરાતીઓ રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા.જેમાં 5 વડોદરાના, 3 આણંદના અને 39 રાજકોટનાં છે. આ તમામ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા ત્યારે તેમની વતન પહોંચતા ખુશી જોવા મળી હતી. સુદાનથી ઓપરેશન કાવેરી અંતર્ગત સ્વદેશ પરત પહોંચેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા એ સમયે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ એમનું વેલકમ કર્યું હતું.
આ પણ વાંચોઃ Operation Kaveri: ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી અત્યાર સુધીમાં 530 ભારતીયોને સુરક્ષિત કરાયા
સર્કિટ હાઉસમાં વેલકમઃ સુદાનથી આવેલા તમામ ગુજરાતીઓને એન એનેકસી સર્કિટ હાઉસ ખાતે આવકાર્યા હતા. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે, અન્ય ભારતીયોને વતન પરત લાવવા માટે સરકારના પ્રયત્નો ચાલુ જ છે. જેમાં આવનારા દિવસોમાં અન્ય ભારતીય લોકોને વતન પરત લાવવામાં આવશે. હાલ કુલ 673 ગુજરાતીઓ હજુ પણ સુદાનમાં ફસાયેલા છે. તેમને ભારત પાછા આવવા માટે અરજી કરી છે. વહેલી તકે તમામ ભારતીય સ્વદેશ પરત લાવવામાં આવશે. આ સાથે વતન પરત ફરેલા મહિલાને સુદાનથી પરત ભારત આવવા પર પૂછતા તેમને ભાવવિભોર થઇ જણાવ્યું હતું કે, અમે વતન પરત આવ્યા એને લઈને બહુ જ ખુશી છે..