અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે તેની વેબસાઈટ પર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું જાહેર કરાયુ હતું. આ પરિણામમાં ફક્ત 44 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો હતો. તેમાં અમદાવાદ ગ્રામ્યમાં આયુષી ભીમાણી 91.69% સાથે પ્રથમ ક્રમે રહી હતી. વિજ્ઞાન પ્રવાહનાં કુલ 1,16,494 પરિક્ષાર્થીઓમાંથી 83,111 પરિક્ષાર્થી જ ઉત્તીર્ણ થયા હતા.
ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 ટકા રહ્યું હતું. પરિક્ષામાં જ્વલંત સફળતા મેળવનાર આયુષી એ etv ભારતને જણાવ્યું હતું કે, તેની સફળતા પાછળ તેની અભ્યાસ પાછળ બે વર્ષની દરરોજની સાતથી આઠ કલાકની મહેનત ફળી છે. આયુષીના માતા-પિતા બંને શિક્ષક છે. આયુષીએ પોતાની આ સફળતાનો શ્રેય માતા-પિતા, શાળાના શિક્ષકો તેમજ કોચિંગ ક્લાસના શિક્ષકોને પણ આપ્યો હતો.
આયુષીએ જણાવ્યું હતું કે, હવે તેનો આગળનો ધ્યેય મેડિકલ પ્રવેશ માટેની 'નીટ'ની પરીક્ષામાં સારા ગુણ મેળવીને, અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને ડોક્ટર બનવાનું છે.