ETV Bharat / state

Gujarat Assembly Election 2022: ઘાટલોડિયા સેન્સ પ્રક્રિયામાં માત્ર એક નામ આવ્યું - ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022

ગુજરાતમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ઉમેદવારોના નામની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જોકે ઘાટલોડિયા એક જ એવો વિસ્તાર છે કે જ્યાં એક જ નામ સર્વોનુમતે આવ્યું છે. જેમાં અમદાવાદની ઘાટલોડિયા બેઠક (Ahmedabad Ghatlodia seat) પર માત્ર એક જ નામ આવ્યું છે.

ઘાટલોડિયા બેઠક પર સેન્સ પ્રક્રિયામાં એક જ નામ આવ્યું, બોલો કોનું નામ હશે?

author img

By

Published : Oct 27, 2022, 8:50 PM IST

Updated : Oct 28, 2022, 7:40 AM IST

અમદાવાદ અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠક (Total Seat of Ahmedabad District) માટે ભાજપના છ નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયાનો આજે સવારથી પ્રારંભ કર્યો છે. અમદાવાદ જિલ્લાની 21 બેઠકો માટે અનેક મોટા માથા અને અગ્રણી નેતાઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) હોદ્દેદારોએ પણ ટિકીટ માંગી છે. તેમજ અનેક વિસ્તારોમાંથી લોકોએ સામેથી ટિકિટ માટે દાવેદારી કરી છે. જો કે ઘાટલોડિયા એક જ એવો વિસ્તાર (Ahmedabad Ghatlodia seat) છે કે જ્યાં એક જ નામ સર્વોનુમતે આવ્યું છે.

ભાજપનો ગઢ અમદાવાદની ઘાટલોડિયા બેઠક (Ghatlodia assembly seat of Ahmedabad) ભાજપનો ગઢ રહી છે અને પાટીદારોની બહુમતી વસ્તી ધરાવાતો વિસ્તાર છે. આથી ઘાટલોડિયા બેઠક પર માત્ર એક જ ભૂપેન્દ્ર પટેલનું નામ સર્વાનુમતે આવ્યું હતું. તે બેઠક પર ગુજરાતના હાલના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડશે, તે નક્કી થઈ ગયું છે.

ઘાટલોડીયા બેઠકની ડેમોગ્રાફી અમદાવાદ શહેરની ઘાટલોડીયા વિધાનસભા બેઠકમાં હિન્દુ વસ્તી છે. તેમાં પણ પાટીદારોની વસ્તી વધુ છે. આથી મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીઓમાં પાટીદાર ઉમેદવારો ઉતાર્યા હતા. આ ઉપરાંત અહીં રબારી, ભરવાડ, ઠાકોર જેવી જ્ઞાતિ વસવાટ કરે છે. ગુજરાતના ખૂણે ખૂણેથી અમદાવાદ શહેરમાં કામ ધંધા અને નોકરી અર્થે આવેલી જુદી જુદી જ્ઞાતિના લોકો ઘાટલોડિયા વિસ્તારમાં વસે છે. આ વિસ્તારમાં પુરુષો 53 ટકા અને મહિલાઓ 47 ટકા છે. અહીં શિક્ષણનું પ્રમાણ 83 ટકા છે. જેમાં પુરુષો અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 85 અને 80 ટકા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પ્રમાણે અહીં કુલ 3,52,340 જેટલા મતદારો છે. અને લેટેસ્ટ મતદાર યાદી પ્રમાણે કુલ 4,26,851 મતદારો છે.

આ બેઠકે બે મુખ્યપ્રધાન આપ્યા આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં 2012માં તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસું એવા આનંદીબહેન પટેલ ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. જેમનો કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલ સામે 1,10,395 વોટથી ભવ્ય વિજય થયો હતો.

ભાજપના અગ્રણીઓને પાક્કો વિશ્વાસ છે ત્યારબાદ 2017ની ચૂંટણીમાં આંનદીબહેન પટેલના વિશ્વાસું એવા ભૂપેન્દ્રભાઈ પટેલે કોંગ્રેસના શશીકાંત પટેલને 1.17 લાખ કરતા વધુ મતોથી જીતીને કોંગ્રેસને કારમો પરાજય આપ્યો હતો. એટલે કે જ્યારથી આ બેઠક બની છે તે ભાજપના કબજામાં રહી છે. 2012ની ચૂંટણીમાં ભાજપનું વોટ શેરિંગ (Vote sharing of BJP in elections) 74.61 ટકા રહ્યું હતું. જે 2017માં ઘટીને 72.5 ટકા નોંધાયું હતું. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આ વિસ્તારમાં પલડુ ભાજપના પક્ષે જ ભારે રહ્યું છે. ભાજપના અગ્રણીઓને પાક્કો વિશ્વાસ છે. આમ ફરીથી ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલને ટિકીટ ફાળવવામાં આવશે અને તેઓ આ બેઠક પર વધુ માર્જિનથી જીત મેળવશે, તેવો પાક્કો વિશ્વાસ ભાજપના અગ્રણીઓને છે.

Last Updated : Oct 28, 2022, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.