કેવડિયા કોલોનીના સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે 1 સપ્ટેબરથી જ તમામ ટીકીટ ઓનલાઇન કરી દીધી છે. ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને હાઈસ્કાઈ પરથી જોવા માટે હેલિકોપ્ટની ટીકીટ તો ઓનલાઇન જ પ્રાપ્ત થાય છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર પ્રવાસીઓને પણ ફરજીયાત ઓનલાઇન ટીકીટ બુક કરાવવાની રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે વેલી ઓફ ફ્લાવર અને રીવર રાફ્ટીંગની ટીકીટ પણ ઓનલાઈન જ બુક કરાવવી પડશે.
ઉલ્લેખનીય છે કે, સરકારે આ નિયમ લાવતા પહેલા કોઇ પણ પ્રકારની જાહેરાત કરી નથી. જેથી અનેક લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જ્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઓફ લાઈન ટીકીટને કારણે લોકો વધુ સમય હેરાન થતા હતા, પરંતુ ઓનલાઈન ટીકીટથી ભીડ પર કંટ્રોલ અને વ્યવસ્થા સારી રહશે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસીઓનુ આકર્ષણ બનશે.