ETV Bharat / state

રાજ્યમાં ભારે વરસાદની અગાહીને લઇ વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઈ - heavy rains in the gujarat state

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17થી 23 જુલાઇ દરમિયાન રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે માછીમારોને દરિયા નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની અગાહીને ધ્યાનમાં રાખી વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઈ

author img

By

Published : Jul 14, 2020, 10:30 PM IST

અમદાવાદ: રાજ્યના રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે, તમામ તાલુકામાં 1 mmથી 1337 mm સુધીનો વરસાદ નોંધાયો છે. રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો.

વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ:

● આગામી અઠવાડીયામાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

● ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી આગાહી

● વન વિભાગ દ્વારા રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનું આયોજન : ૨૪ સ્થળોએ કંટ્રોલ રૂમ શરૂ

● રાજ્યના તમામ તાલુકામાં 1 mmથી 1337 mm સુધીનો વરસાદ નોંધાયો : રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યૂટી કલેક્ટર ટી.જે વ્યાસ દ્વારા તમામ ઓનલાઈન અધિકારીઓને હાજરીમાં વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનરે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, રાજ્યમાં તારીખ 14 જુલાઈ 2020 સુધીમાં 269.87 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 mmની સરખામણીએ 32.48 ટકા છે. રાજ્યના તમામ તાલુકામાં વરસાદ 1 mm થી લઈ 1337 mm સુધી નોંધાયો છે.

IMD દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી તા.17થી 23 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યત હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે અંદાજીત 57.37 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.13 જુલાઈ 2020 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 48.79 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 69.58 ટકા વાવેતર થયું છે.

વન વિભાગ દ્વારા આ બેઠકમાં માહિતી આપતા જણાવાયું હતું કે, રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન છે. જે અંતર્ગત 24 સ્થળોએ કંટ્રોલ રૂમ કાર્યરત છે. આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર એન્ડ બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યૂટી કલેક્ટર ટીજે વ્યાસ દ્વારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, રાજ્યમાં 14મી જુલાઇ સુધીમાં 269.87 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 32.48 ટકા છે. હવામાન વિભાગ દ્વારા 17 થી 23 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્ય હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.