અમદાવાદમાં ફુડાહોલિકસ બનાવવાની પાછળનો ઉદ્દેશ એ હતો કે, ફૂડ પ્રેમીઓને એક થવું અને તેમને ખાવા માટેના પ્રેમ વિશે ચિત્તભ્રમિત થવાનું પૂરું પાડવું. 40000 સભ્યો ફૂડ કમ્યુનિટીના વિવિધ ક્ષેત્રોના છે, ત્યાં ફૂડ વિવેચકો ભોજન વિશેષ જાણકારો, રેસ્ટોરન્ટ માલિકો, વિદ્યાર્થીઓ, કાર્યકારી વ્યવસાયો ધરાવતા લોકો આ બધા જ લોકોનો સમાવેશ થાય છે, ત્યારે ફૂડાહોલિકસના ફાઉન્ડરે વિચાર્યું કે, હવે ખાવા સાથે બીજું શું થઇ શકે છે, ત્યારે તેમને વિચાર આવ્યું કે, મ્યુઝિક અને મ્યુઝિક એ ગુજરાતીઓને ગરબા તરફ દોરી જાય છે જેના લીધે જ આ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે બીજી ઓક્ટોબરે ઓરિયન પાર્ટી પ્લોટમાં થવાના છે.
એશાએ જણાવ્યું કે, આ અમારું સેકન્ડ એડિશન છે, ગયા વર્ષે જે ગરબાનું અમે આયોજન કર્યું હતું તેના લીધે જ આ વર્ષે પણ અમે નવા ઉત્સાહ સાથે પાછા આ છે. વ્યાઆ રાસ ગરબા 2019માં લોકોને પ્રાચીન ગરબા જોવા અને જાણવા મળશે અને જે લોકો ગરબાના શોખીન છે તેમના માટે આ ઇવેન્ટ ખાસ બની રહેશે. એટલું જ નહીં અમે લોકોને દાંડિયા પણ આપવાના છીએ જેને લીધે લોકોમાં ગરબા કરવાનો ઉત્સાહ બની રહે. તો આ સાથે જમવાની પણ 18 -20 જેટલી અવનવી આઈટમ રાખવામાં આવી છે. જેથી લોકો ગરબાની સાથે તેની પણ મજા લઇ શકે.