અમદાવાદ : કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિ ઉદભવી ત્યાં સુધીમાં લગભગ એક લાખથી વધુ મુલાકાતીઓ આ વનની મુલાકાત લઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે (2019)માં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે આ જડેશ્વર વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ વનમાં તમે જાઉં એટલે તમને ફૂલોથી સુશોભિત બગીચા, સુંદર તળાવ, ઓપન થિયેટર, ધ્યાન કરવા માટેની સુંદર જગ્યા અને યોગ-કેન્દ્ર વગેરે જેવી સુવિધાઓ ઉપ્લબ્ધ છે. અહીં મોટાઓ માટે ધ્યાનની જગ્યા છે, તો બાળકો માટે ઝુલતો પુલ છે. આ વનની મુલાકાતે આવેલા મુલાકાતીઓને તેમાં ફરવા માટે જરુરી માહિતી મળી રહે તે માટે અહીં ‘Information Map’ પણ લગાવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે, આ વનની મુલાકાત લેવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી.
2019માં 70માં વન મહોત્સવની ઉજવણી સમયે અમદાવાદ જિલ્લાના ઓઢવમાં આ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા પ્રજામાં વનસંરક્ષણ અંગે જાગૃતિ પેદા થાય તે માટે દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વન મહોત્સવ લોકોને વૃક્ષોના વાવેતર અને તેના જતન અંગે પ્રેરણા પૂરી પાડે છે.
ગુજરાત રાજ્યમાં વન મહોત્સવ અંતર્ગત વિકસાવાયેલા વન :
- પુનિત વન - ગાંધીનગરમાં
- ગલ્ય વન - અંબાજી (બનાસકાંઠા)
- તીર્થંકર વન - તારંગા (મહેસાણા)
- હરિહર વન - ગીર સોમનાથ
- શ્યામળ વન - શામળાજી( સાબરકાંઠા)
- પાવન વન - પાલીતાણા(ભાવનગર)
- વિરાસત વન - પાવાગઢ(પંચમહાલ)
- ગુરુ ગોવિંદ સ્મૃતિ વન - માનગઢ( મહિસાગર)
- નાગેશ વન - દ્વારકા(દેવભૂમિ દ્વારકા)
- મહિસાગર વન - આણંદ
- શક્તિ વન (કાગવડ) - રાજકોટ
- જાનકી વન - વાસંદા(નવસારી)
- આમ્રવન - બાલચૌઠી(વલસાડ)
- એકતા વન (મૌતા) - સુરત
- શહીદ વન( ભૂચર મોરી) - જામનગર
- વિરાંજલિ વન( પાલ દાધાવાવ) - સાબરકાંઠા
- રક્ષક વન (રુદ્રમાતા ડેમ સાઈટ) - કચ્છ
- જડેશ્વર વન(ઓઢવ) - અમદાવાદ
- ભક્તિ વન - ચોટીલા