- વિજયાદશમીના ઉત્સવની ઉજવણી શાહીબાગ પોલીસ હેડક્વાટર ખાતે કરવામાં આવી
- શહેર પોલીસ કમિશનર દ્વારા હેડકવોટર ખાતે કરવામાં આવી શસ્ત્રપૂજા
- શહેર પોલીસ કમિશનર દ્વારા કરાયુ શસ્ત્રપૂજન
અમદાવાદ : દશેરાના(Dussehra2021)પર્વ નિમિત્તે શાહીબાગ હેડક્વાટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશનર દ્વારા શસ્ત્ર પૂજનની વિધિ કરવામાં આવી હતી. શહેર પોલીસ વિભાગના અત્યાધુનિક હથિયારોને તિલક કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુનાખોરીને ડામવા માટે કઈ પ્રકારે અમદાવાદ શહેરમાં કામગીરી કરવી તેને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા તેમના તાબાના અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી
અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ હથિયારની પૂજા કરવામાં આવી હતી. જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવી હતી. ત્યારે હાલમાં જે રાત્રી બંદોબસ્ત છે. તે દિવાળી સુધી રાખવા માટે તેમજ તહેવારોમાં કોઈ પણ પ્રકારે કોઈ ઘટના ન બને તે માટે ધ્યાન રાખવા તેમજ પ્રજા સાથેનું ઘર્ષણ ઓછું થાય તે માટે પૂરતા પ્રયાસ કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાજ્યમાં રાવણ દહનને લઇને મોટો નિર્ણય, 400 લોકોની મર્યાદામાં યોજી શકાશે કાર્યક્રમ
આ પણ વાંચો : Dussehra 2021: ખાદ્યતેલના ભાવ વધારાની અસર જલેબી-ફાફડા પર જોવા મળી, જાણો કેટલો ઝીંકાયો વધારો