- હાર્દિક પટેલનું ફી મામલે મોટું નિવેદન
- ફી માફીની માગ સાથે ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા આંદોલન
- કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
અમદાવાદ : શહેરમાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફીની માંગ ઉઠી છે. ગુજરાત વાલી એકતા મંડળની ફી માફીની માંગ કરી છે. શાળાઓની મનમાની સામે ગુજરાત વાલી એકતા મંડળે આવેદનપત્ર આપ્યું છે. હાર્દિક પટેલ પણ વાલી એકતા મંડળના આગેવાનો સાથે જોડાયા છે.
ફી માફી અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર જેમાં શાળાઓ દ્વારા બેફામ રીતે ઉઘરાવાતી ફી મામલે હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પોતાની સ્કૂલની ફી માફ કરી શરૂઆત કરે. કોંગ્રેસના નેતાઓ ફી માફ કરશે તો ભાજપના નેતાઓને પણ કરવી પડશે. ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવાઈ રહી છે. સ્કૂલ ફી પર સરકારની કોઇ લગામ નથી. સરકારે વિદ્યાર્થીઓને રાહત આપવી જોઇએ. સરકાર ફી માફ કરી વાલીઓને સહયોગ કરી શકે છે.