અમદાવાદ : આમ આદમી પાર્ટી રાજ્યમાં પહેલા મફત વિજળી આપવાની ગેરંટી આપી હતી(Aam Aadmi Party New scheme in Gujarat). હવે જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ તેઓ નવી ગેરંટીઓ આપી રહ્યા છે. તેમને અત્યારે કહ્યું છે કે, તેમની સરકાર બનશે તો જૂની પેન્શન(old pension scheme) યોજનાને ફરીથી લાગું કરશે. આ મુદ્દાથી હાલ રાજનિતિમાં ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમને જૂની પેન્શનનો મૂદ્દો રાખ્યો હતો. ત્યાં પણ હાલ લાગું કરવા માટેના પ્રયાસો ચાલું છે. ઝારખંડમાં ચૂંટણી સમયે પણ આ મુદ્દાને મૂક્યો હતો. રાજસ્થાનમાં હાલમાં જૂની પેન્શન યોજનાને લાગુ કરવામાં આવી છે.
શું કહ્યું રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha statement) જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ સરકારી કર્મચારી એક બહુ મોટી માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. તેવી માંગને લઈને તમામ સરકારી કર્મચારીઓને સરકારના અધિકારીઓએ બહુ મોટો આંદોલન અને સંઘર્ષ કર્યો છે. ગુજરાતના રોડ ઉપર આ આંદોલનનું રૂપ અને આંદોલનની અવાજ ભાજપ સરકારના અહંકારી અને ભ્રષ્ટ નેતાઓના કાન સુધી પહોંચાડવાની ભરપૂર કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ભાજપના નેતાઓએ આ આંદોલનની એક પણ માંગ સ્વીકારી ન હતી. (old pension scheme announcement)
પંજાબમાં ગેરંટી લાગુ કરી દેવામાં આવી વધુમાં ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી સરકારી કર્મચારીઓને વચન આપે છે કે, ગુજરાતમાં 8 ડિસેમ્બરે જ્યારે વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેના ટુક સમયમાં આ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. ભાજપે જૂમાલા નથી, પરંતુ આ અરવિંદ કેજરીવાલની ગેરંટી છે. અરવિંદ કેજરીવાલે જે પણ ગેરંટી આપી છે. તે પહેલા પંજાબમાં પણ લાગુ કરી દેવામાં આવી છે, ત્યાર બાદ જ ગુજરાતમાં ગેરંટીઓ આપવામાં આવી રહી છે. (Gujarat Election 2022)
નવી પેન્શન યોજના ક્યારે લાગુ કરવામાં આવી? 2004 પહેલા, કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળતું હતું. આ પેન્શન નિવૃત્તિ સમયે કર્મચારીના પગાર પર આધારિત હતું. આ યોજના હેઠળ, નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી, તેના પરિવારના સભ્યો માટે પેન્શનની જોગવાઈ હતી. અટલ બિહારી વાજપેયી સરકારે એપ્રિલ 2005 પછી નિમણૂક પામેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બંધ કરી દીધી હતી. તેના સ્થાને, નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી. આ પછી, રાજ્યોએ પણ નવી પેન્શન યોજના અપનાવી હતી.
આવી છે જૂની પેન્શન યોજના (OPS) 1) આ યોજનામાં કર્મચારીના પગારનો અડધો ભાગ નિવૃત્તિ સમયે પેન્શન તરીકે આપવામાં આવે છે. 2) જૂની સ્કીમમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે GPFની જોગવાઈ છે. 3) આ સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટીની રકમ ઉપલબ્ધ છે. 4) જૂની પેન્શન યોજનામાં સરકારની તિજોરીમાંથી ચુકવણી કરવામાં આવે છે. 5) નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પર તેના પરિવારના સભ્યોને પેન્શનની રકમ મળે છે. 6) જૂની પેન્શન યોજનામાં, પેન્શન માટે કર્મચારીના પગારમાંથી કોઈ પૈસા કાપવામાં આવતા નથી. 7) છ મહિના પછી ડીએ મેળવવાની જોગવાઈ છે.
નવી પેન્શન યોજનામાં શું છે ખાસ? 1) નવી પેન્શન યોજના (NPS) માં, કર્મચારીના મૂળ પગાર + DAમાંથી 10 ટકા કાપવામાં આવે છે. 2) NPS શેરબજાર પર આધારિત છે. તેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત નથી. 3) આ યોજનામાં નિવૃત્તિ પર પેન્શન મેળવવા માટે NPS ફંડના 40 ટકાનું રોકાણ કરવું પડશે. 4) નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી. 5) NPS સ્ટોક માર્કેટ પર આધારિત છે, તેથી અહીં ટેક્સની જોગવાઈ પણ છે. 6) છ મહિના પછી ડીએ મેળવવાની કોઈ જોગવાઈ નથી.
રાજ્યોની આર્થિક સ્થિતિ બગડશે
અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે એનપીએસમાંથી જૂની પેન્શન સ્કીમ પર પાછા જવાથી રાજ્યોની નાણાકીય સ્થિતિ માટે વિનાશક પરિણામો આવી શકે છે. ભારતના બંધારણીય ઓડિટર કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) જૂની પેન્શન સ્કીમથી રાજ્યોની નાણાકીય સ્થિતિ પરના બોજને શોધી રહ્યા છે. લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની અસરોને સુનિશ્ચિત કરવા માટે કેગનું એક વિભાગ જૂની પેન્શન યોજનામાં પાછા ફરવાના વિવિધ પાસાઓની તપાસ કરી રહ્યું છે.