ETV Bharat / state

નરોડામાં વૃદ્ધે જાહેરમાં કરી આત્મહત્યા, લોકોએ તમાશો જોયો પણ બચાવ્યા નહીં - અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં એક વૃદ્ધે જાહેર રસ્તામાં એક વૃક્ષ પર લટકીને આત્મહત્યા કરી હોવાની (Old Age Man commits suicide in Naroda) ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, અહીંથી પસાર થતા લોકો તમાશો જોતા રહ્યા પણ તેમણે વૃદ્ધને આત્મહત્યા કરતા રોક્યા નહીં. આ અંગે નરોડા પોલીસે (Naroda Police Station) કાર્યવાહી હાથ ધરી છે.

નરોડામાં વૃદ્ધે જાહેરમાં કરી આત્મહત્યા, લોકો તમાશો જોતા રહ્યા કોઈ બચાવવા આગળ ન આવ્યું

author img

By

Published : Nov 28, 2022, 12:02 PM IST

અમદાવાદ અત્યારના કળિયુગમાં ભાઈ ભાઈનો સગો નથી તે તો જગજાહેર છે જ. પરંતુ આ કળિયુગમાં એક વ્યક્તિ બીજાને મદદ કરતા પણ 100 વખત વિચારે છે. ત્યારે અમદાવાદના નરોડામાં એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. અહીં એક વૃદ્ધે જાહેર રસ્તામાં એક વૃક્ષ પર લટકીને ગળેફાંસો ખાધો હતો. જોકે, તેમને રોકવાની જગ્યાએ સૌકોઈ તમાશો જોતા રહ્યા હતા. કોઈએ વૃદ્ધને બચાવવાનો કે રોકવાનો પ્રયાસ પણ સુદ્ધા કર્યો (Ahmedabad Crime News) નહતો.

રસ્તા પર ટ્રાફિક જામ આ ઘટના દરમિયાન આસપાસથી વાહનો પણ પસાર થતા હોવાથી ટ્રાફિકજામ થયો હતો. લોકો આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા હતા. આત્મહત્યા (Old Age Man commits suicide in Naroda) કરનારા વૃદ્ધ મૂળ બિહારના રહેવાસી અને તે પોતાના દીકરાની સારવાર માટે પૈસા ભેગા કરવા અમદાવાદ આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, પરંતુ આર્થિક સંકળામણના કારણે અંતે તેઓએ જીવન ટૂંક આવ્યો હોવાનું (Ahmedabad Crime News) ખુલ્યું છે.

લોકોએ જોયો તમાશો આ અંગે મળતી માહિતી અનુસાર, મૃતકનું નામ વીફાઈ નદાકુ છે. તેઓ અમદાવાદના ચંડોળા તળાવ ખાતે કૌટુંબિક મામાના ઘરે રહેતા હતા અને નરોડા બેઠકથી પાટીયા તરફના હરિદ્વાર સોસાયટીની સામેના સર્વિસ રોડ ઉપર વૃક્ષ પર ગળેફાંસો ખાઈને તેમણે આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, આત્મહત્યા કરતા સમયે આસપાસના લોકો માત્ર તમાશો જોઈ રહ્યા અને પોતાના ફોનમાં વિડીયો બનાવતા રહ્યા.

મૃતક મૂળ બિહારના રહેવાસી આ સમગ્ર મામલે ઘટનાની જાણ થતા નરોડા પોલીસે (Naroda Police Station) ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક વિફાઈ નદાકુના બે બાળકો છે. અને તે બિહારમાં રહે છે. તેના 2 બાળકોમાંથી એક બાળકને ગંભીર બીમારી હતી, જેની સારવાર માટે તેને લાખો રૂપિયાની જરૂર હતી અને તે માટે તે અમદાવાદમાં પૈસા ભેગા કરવા માટે આવ્યા હતા, પરંતુ તેઓને હાથે કશું ન લાગતા તેમણે અંતે આ પગલું ભર્યું હતું. જોકે, તેઓએ અગાઉ અઢી લાખ રૂપિયા પોતાના વતનમાં મોકલ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તેઓના પરિવારને સંપર્ક કરીને આગળની (Ahmedabad Crime News) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસ કરી રહી છે તપાસ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનના (Naroda Police Station) PI એસ. આઈ. ભાટિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આપઘાત કરનાર વૃદ્ધના બાળકને સારવાર કરાવવા માટે પૈસાની જરૂર હોવાથી તેની સગવડ ન થતા તેમણે આ પગલું ભર્યું હોવાનું ધ્યાને આવ્યું છે. આ મામલે તેઓના પરિવારજનોને સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.