ETV Bharat / state

નોટિસ આપ્યા વિના SVP હોસ્પિટલમાંથી નર્સિંગ સ્ટાફને છૂટો કરાયાની રાવ - covid-19

અમદાવાદની SVP હોસ્પિટલ(SVP Hospital)માંથી 700 જેટલા નર્સિંગ સ્ટાફને( nursing staff) નોટિસ આપ્યા વિના છૂટો કારી દેવાયા હોવાની ફરિયાદ સ્ટાફે ઉચ્ચારી હતી. અમદાવાદમાં કોરોના(Corona) કેસ હાલમાં વધી રહ્યા છે તેમ છતાં સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે.નર્સિંગ સ્ટાફને કોઈપણ નોટિસ ઇસ્યુ કર્યા વિના જ તેમના મેઇલ ઉપર તેમને છૂટા કરવાના મેસેજ આવ્યા છે. આ સામે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયને(Gujarat Nursing Union) ચીમકી આપી હતી કે જો તમામ સ્ટાફને નોકરીમાં પાછા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન(Movement) કરવામાં આવશે.

નોટિસ આપ્યા વિના SVP હોસ્પિટલમાંથી નર્સિંગ સ્ટાફને છૂટો કરાયાનો નર્સિંગ સ્ટાફનો વિરોધ

author img

By

Published : Nov 13, 2021, 7:05 AM IST

  • SVP હોસ્પીટલમાંથી નર્સિંગ સ્ટાફને છૂટો કરતા હોસ્પિટલ ફરી વિવાદમાં
  • ર્સિંગ સ્ટાફ ને છૂટો કરી દેવાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા
  • ગુજરાત નર્સિંગ યુનિયને આંદોલન ચીમકી ઉચ્ચારી

અમદાવાદઃ અમદાવાદની SVP હોસ્પિટલ(SVP Hospital)માંથી 700 જેટલા નર્સિંગ સ્ટાફને( nursing staff) નોટિસ આપ્યા વિના છૂટો કારીદેવાયા હોવાની ફરિયાદ સ્ટાફે ઉચ્ચારી હતી. અમદાવાદમાં કોરોના કેસ હાલમાં વધી રહ્યા છે તેમ છતાં સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. ઓલ ગુજરાત યુનિયન (Gujarat Nursing Union)દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો તમામ સ્ટાફને નોકરીએ પરત લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન(Movement) કરવામાં આવશે.

સ્ટાફને કોઈ પણ નોટિસ વગર છૂટા કરવાના મેઇલ કરાયા

એસવીપી હોસ્પિટલ (SVP Hospital)માંથી મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ ને છૂટો કરી દેવાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે તેમનું કહેવું છે કે સ્ટાફને કોઈપણ નોટિસ ઇસ્યુ કર્યા વિના જ તેમના મેઇલ ઉપર તેમને છૂટા કરવાના મેસેજ આવ્યા છે. આ સામે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયને(Gujarat Nursing Union) ચીમકી આપી હતી કે જો તમામ સ્ટાફને નોકરીમાં પાછા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે નર્સિંગ સ્ટાફને લઇ અગાઉ પણ એસવીપી હોસ્પીટલ વિવાદમાં રહી ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે ત્યારે અનેક સ્ટાફને છૂટો કરી દેવાતા મામલો વિવાદે પહોંચ્યો છે.

અમે માત્ર સ્ટાફની જરૂરિયાત હોય તે મુજબ સ્ટાફ રાખીએ છીએ

એસવીપી હોસ્પીટલના સીઈઓ માટે ટેલીફોનીક માધ્યમથી ભારતને જણાવ્યું હતું કે એસીપી સીધી રીતે નર્સિંગ સ્ટાફની નિમણૂક કરતી નથી. આ માટે તેણે એક કોન્ટ્રાક્ટ મંજૂર કરી રાખ્યો છે. અમે માત્ર સ્ટાફની જરૂરિયાત હોય તે મુજબ સ્ટાફ રાખીએ છીએ. આ માટે કોન્ટેક્ટમાં જ એક ક્લોઝ છે કે જેમાં સ્ટાફની વધ-ઘટ સ્થિતિની જરૂરિયાત મુજબ કરી શકાશે. કોરોનામાં જ્યારે સ્થિતિ બગડી ત્યારે વધારાનો સ્ટાફ લેવામાં પણ આવ્યો છે અને હવે જ્યારે સ્થિતિ સુધરી છે ત્યારે 300 જેટલો સ્ટાફ ઘટાડયો છે. અને તમામને એક મહિનાનો નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના મુખ્યપ્રધાન પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે: નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ

આ પણ વાંચોઃ પ્રેમ કરવાની તાલિબાની સજા: પાટણમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મ્હોં કાળુ કર્યુ, વાળ કાપ્યા અને માથે સગડી મૂકીને વસાહતમાં ફેરવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.