NSUIના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં રામોલમાં થયેલી ગેંગરેપની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે દુષ્કર્મીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. રામોલ ગેંગરેપની ઘટના બાદ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા અને સલામતી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે કોલેજ અને શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ પણ પોતાની સલામતીને લઈને ચિંતિત છે. તેથી જ NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસની અંદર કેન્ડલમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જોડાયા હતા.
આ સાથે 'પીડિતાને ન્યાય આપો અને દુપષ્કર્મીઓને ફાંસીની સજા આપો' લખેલ પોસ્ટરો સાથે અનેક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્ડલ સળગાવી માર્ચ કરી દુષ્કર્મ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી યોગ્ય ન્યાયની માગ પણ કરવામાં આવી હતી.